Coldplay Concert Controversy: ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરન અને એમની જ કંપનીની એચઆર પ્રમુખ સ્પૉટલાઇટમાં આવ્યાં હતાં.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
તાજેતરમાં જ જાણીતા મ્યુઝિક બેન્ડ `કોલ્ડપ્લે`ના કોન્સર્ટ દરમિયાન એવો કિસ્સો (Coldplay Concert Controversy) બન્યો કે જે ચર્ચાનો વિષય બની ગયો. પળવારમાં તો સોશિયલ મીડિયા પર લોકોએ એને એટલો ચગાવી નાખ્યો કે વાત જ ન પૂછો! તો, આવો સમજીએ કે ખરેખર કોન્સર્ટ વખતે એવું તો શું બન્યું હતું.
ફ્રન્ટમેન તરીકે પોપ્યુલર ક્રિસ માર્ટિને પરફોર્મન્સ દરમિયાન એક કપલ પર સ્પૉટલાઇટ નાખી. હવે આ સ્પૉટલાઇટ નાખી તો નાખી પણ ખબર છે એમાં જે કપલ ઝડપાયું તે કોણ હતું? ટેક કંપની એસ્ટ્રોનોમરના સીઇઓ એન્ડી બાયરન અને એમની જ કંપનીની એચઆર પ્રમુખ સ્પૉટલાઇટમાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
સિંગર ક્રિસ માર્ટિને આ બંનેને સ્ક્રીન પર દર્શાવ્યાં
કોલ્ડપ્લે (Coldplay Concert Controversy) સિંગર ક્રિસ માર્ટિને પોતાના પરફોર્મન્સ વખતે જ્યારે `કિસ કેમ`નો ઉપયોગ કર્યો હતો અને કેમેરામાં આ કપલને ઝડપી લઈ તેઓને મોટી સ્ક્રીન પર દર્શાવ્યાં હતાં. મોટી સ્ક્રીન પર આ કપલ જોવા મળતાં જ લોકોની નજર ત્યાં જ ચોંટી રહી કારણકે આ બંને એકબીજા સાથે કોઝી થઈને પરફોર્મન્સ એન્જોય કરી રહ્યાં હતાં. જ્યારે તેઓને ભાન થયું કે કેમેરો આપણને સ્પૉટ કરી રહ્યો છે ત્યારે બંનેએ પોતાના ચહેરા છુપાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તરત તો બધાને સમજાયું કે નહીં કે શું થયું પણ પછી માલૂમ થયું કે આ જે કપલ ઝડપાયું હતું તે એસ્ટ્રોનોમર કંપનીના સીઇઓ એન્ડી બાયરન હતા અને તેમની સાથે એચઆર પ્રમુખ ક્રિસ્ટીન કેબોટ હતાં.
View this post on Instagram
ક્રિસ માર્ટિને મજાકિયા લહેકામાં કહ્યું કે.. "કાં તો.. આ બંને... "
આ દૃશ્ય (Coldplay Concert Controversy)ને કચકડામાં કંડાર્યા બાદ ક્રિસ માર્ટિને વાતને મજાકમાં ફેરવતાં જણાવ્યું કે "જુઓ, આ બંને જણ... કાં તો ઍફેર કરી રહ્યા છે કાં તો પછી બંને બહુ શરમાળ છે." જોકે, ક્રિસની આ રમૂજી વાત સાંભળીને હાજર મોટાભાગના લોકો હસવું રોકી શક્ય નહોતા. ત્યારબાદ તો આ વિડિયો અને સમાચાર સોશિયલ મીડિયામાં વાયુવેગે પ્રસરવા લાગ્યા ને લોકો જાતજાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકોને નવાઈ લાગી કારણકે એન્ડી બાયરન પરિણીત છે અને મેગન કેરિગન બાયરન એ તેની પત્ની છે.
આ વીડિયોએ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ધ્યાન ખેંચ્યું છે. ઘણા લોકો આ બંનેના `કિસ કેમ` દ્વારા ઝગપાયા બાદ બાયરનની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે તો ઘણાં લોકોએ તો જાહેરમાં આ બંનેના આવા વર્તનને અયોગ્ય ગણાવ્યું છે.
કોણ છે એન્ડી બાયરન?
Coldplay Concert Controversy: એન્ડી બાયરન એસ્ટ્રોનોમરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઇઓ)ના પદ પર છે. આ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. બાયરન જુલાઈ ૨૦૨૩થી આ કંપની સંભાળી રહ્યા છે. બાયરને બેનક્રોફ્ટ સ્કૂલના એસોસિયેટ ડિરેક્ટર મેગન કેરિગન બાયરન સાથે લગ્ન કર્યાં છે. તેમનાં બે સંતાનો સાથે આ કપલ ન્યુયોર્કમાં રહે છે.

