Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Covishield Side Effects: કોવિશિલ્ડ વેક્સિનથી થઈ શકે છે હાર્ટ-એટેક! બે વર્ષે મોઢું ખોલ્યું કંપનીએ

Covishield Side Effects: કોવિશિલ્ડ વેક્સિનથી થઈ શકે છે હાર્ટ-એટેક! બે વર્ષે મોઢું ખોલ્યું કંપનીએ

30 April, 2024 11:41 AM IST | Washington
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Covishield Side Effects: નિર્માતાએ કોર્ટમાં સ્વીકૃતિ કરી હતી કે કોવિશિલ્ડ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ સાથે થ્રોમ્બોસિસનું કારણ બની શકે છે.

કોવિડ વેક્સિનની પ્રતીકાત્મક તસવીર

કોવિડ વેક્સિનની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. પ્લેટલેટની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે
  2. તેને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન તૈયાર કરવામાં આવી હતી
  3. વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં વધુ છે

તાજેતરમાં જ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ કોવિશિલ્ડ વેક્સિનને લઈને એવો ખુલાસો (Covishield Side Effects) કર્યો હતો કે જેને લઈને વેક્સિનનો ડોઝ લેનાર સૌ કોઈ ગભરાઈ ગયા છે. લોકોમાં હવે ફરી ચિંતાનો વિષય બન્યો છે. 

રસી બનાવનાર કંપનીએ પોતે કોર્ટમાં કરી આ વાતની સ્વીકૃતિ 



તમને જણાવી દઈએ કે રસી નિર્માતાએ કોર્ટમાં આ વાતની સ્વીકૃતિ કરી હતી કે કોવિશિલ્ડ દુર્લભ કિસ્સાઓમાં થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસનું કારણ (Covishield Side Effects) બની શકે છે. જે લોહીના ગંઠાઈ જવાનું પણ કારણ બની શકે છે અને પ્લેટલેટની સંખ્યામાં પણ ઘટાડો કરી શકે છે.


શું હાર્ટ-એટેકનું પણ જોખમ રહેલું છે?

તમને જણાવી દઈએ કે થ્રોમ્બોસાયટોપેનિયાના ગંભીર કિસ્સાઓમાં તે સ્ટ્રોક અને હાર્ટ એટેકનું કારણ પણ થઈ શકે છે. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે કોવિશિલ્ડ વેક્સિન એ તો એસ્ટ્રાઝેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત છે અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા COVID-19 રોગચાળા દરમિયાન તૈયાર કરવામાં આવી હતી. આ વેક્સિન ભારતમાં પણ મોટા પાયે સૌને આપવામાં આવી છે. ત્યારે આવા ખુલાસાઓએ લોકોમાં ભય વધાર્યો છે.


એસ્ટ્રાઝેનેકા વેક્સિન કે જેને ઇડીયામાં કોવિશિલ્ડના નામે ઓળખવામાં આવે છે. જ્યારે આ બનાવનાર કંપનીએ હાઈકોર્ટમાં જે દસ્તાવેજો સામે ધર્યા હતા તેમાં કંપનીએ પોતે સ્વીકાર્યું હતું કે તેમની કોરોના વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસનું જોખમ નોતરી શકે છે.

એવા પણ અહેવાલ છે કે WHO અનુસાર એડીનોવાયરસ વેક્ટર વેક્સિન ભાગ્યે જ આવી સ્થિતિ સાથે સંકળાયેલી છે. જોકે કોવિડ રસીએ ઘણા મૃત્યુને અટકાવ્યા છે, પરંતુ તેના સંબંધિત ઘણા અહેવાલો પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત થયા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોવિશિલ્ડનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ mRNA પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો ન હતો.

કંપની કહે છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો કરતાં વધારે છે!

તમને જણાવી દઈએ કે આ કંપનીએ એવું પણ કહ્યું હતું કે "વિવિધ દેશોના ક્લિનિકલ ટ્રાયલ અને ડેટાએ સાબિત કર્યું છે કે અમારી વેક્સિન સલામતીનાં ધોરણોને પૂર્ણ કરે છે. વિશ્વભરના રેગ્યુલેટર્સે પણ સ્વીકાર્યું છે કે વેક્સિનના ફાયદા તેની દુર્લભ આડઅસરો (Covishield Side Effects) કરતાં વધુ છે."

તો શું કંપનીને ભરવો પડશે મોટો દંડ?

બ્રિટિશ કોર્ટમાં 51 કેસમાં દરેક પીડિતોએ 100 મિલિયન પાઉન્ડ સુધીના નુકસાનની માંગણી કરી છે. કેસના પ્રથમ ફરિયાદી જેમી સ્કોટે તો એવો આરોપ મૂક્યો છે કે તેણે એપ્રિલ 2021માં રસી લીધી હતી જેના કારણે તેને લોહી ગંઠાઈ જવાથી મગજમાં કાયમી ઈજા થઈ 

Covishield Side Effects: આ સાથે જ તેમને એવો પણ દાવો કર્યો હતો કે હવે આમ થવાથી તે પોતે કામ કરી શકતા નથી. હોસ્પિટલે તેની પત્નીને પણ ત્રણ વાર કહ્યું કે તેનું મૃત્યુ નજીક છે. એસ્ટ્રાઝેનેકા એ સ્કોટના દાવાના કાયદાકીય બચાવમાં TTSને સ્વીકાર્યું છે. આ કારણોસર એવું માનવામાં આવે છે કે તેણે હવે પીડિત અને તેમના પરિવારોને વળતર ચૂકવવું પડી શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 11:41 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK