Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીન-અમેરિકાની બેઠક સક્સેસફુલ, પણ કોઈ ડીલની જાહેરાત ન થઈ

ચીન-અમેરિકાની બેઠક સક્સેસફુલ, પણ કોઈ ડીલની જાહેરાત ન થઈ

Published : 16 May, 2026 09:50 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીનમાં ટ્રમ્પે શી જિનપિંગ સામે પોતાની સૉફ્ટ ઇમેજ દેખાડી : કદી દારૂ ન પીતા હોવા છતાં શૅમ્પેનની સિપ લીધી

કદી દારૂ ન પીતા ટ્રમ્પે સન્માન જાળવવા ખાતર શૅમ્પેનનો ઘૂંટડો લીધો હતો

કદી દારૂ ન પીતા ટ્રમ્પે સન્માન જાળવવા ખાતર શૅમ્પેનનો ઘૂંટડો લીધો હતો


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ બીજિંગમાં ચીની રાષ્ટ્રપતિ સામે થોડાક ઝૂકેલા અને સૉફ્ટ જોવા મળ્યા હતા. ૩ દિવસ દરમ્યાન મલ્ટિપલ બેઠકો થઈ હતી અને બિઝનેસના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો થઈ હતી. વાઇટ હાઉસે બહાર પાડેલા નિવેદન મુજબ ટ્રમ્પની ચીનની યાત્રા સફળ રહી હતી. જોકે તેમણે કોઈ ડીલ ફાઇનલ થયાની હજી જાહેરાત કરી નહોતી. ૩ દિવસની યાત્રા દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે ચીનને ખુશ કરવા માટે આ પહેલાં કદી ન કર્યાં હોય એવાં જેસ્ચર્સ પણ કર્યાં હતાં. ટ્રમ્પે ચીની શેફ દ્વારા બનેલી ખાસ વાનગીઓ ખાધી હતી અને કદી દારૂ ન પીતા હોવા છતાં તેમણે માન જાળવવા માટે શૅમ્પેનનું સિપ પણ લીધું હતું.

ટ્રમ્પનું ડેલિગેશન ચીને આપેલી તમામ ચીજો ચીનની જ કચરાપેટીમાં ફેંકીને નીકળી ગયું



બીજિંગમાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની ઐતિહાસિક મુલાકાત પછી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ન્યુ યૉર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ અમેરિકન ડેલિગેશન ચીનની સીમા છોડે એ પહેલાં જ તેમણે ચીન તરફથી મળેલાં ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ, ID કાર્ડ અને ગિફ્ટ્સ કચરાના ડબ્બામાં ફેંકી દીધાં હતાં. આ અમેરિકાનો કડક સિક્યૉરિટી પ્રોટોકૉલ છે જેણે ચીનને જતાવી દીધું કે બિઝનેસ-ડીલ્સ પોતાની જગ્યાએ છે, પરંતુ સાઇબર જાસૂસીના ખતરા સામે ટ્રમ્પ-પ્રશાસન કોઈ સમાધાન નહીં કરે.


ટ્રમ્પ ચીનની ધરતી પરથી નીકળ્યા અને પુતિનની ચીનયાત્રાની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પની બે દિવસની બહુચર્ચિત વિઝિટ પૂરી થઈ અને ગઈ કાલે ટ્રમ્પનું વિમાન ચીનના આકાશમાં ઊડ્યું એ પછી તરત જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ચીનની મુલાકાતની જાહેરાત થઈ ગઈ હતી. એક જ વીકની અંદર વિશ્વની બે મહાશક્તિઓના નેતાઓ બીજિંગ પહોંચે એ કોઈ માત્ર યોગાનુયોગ તો નથી જ. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 09:50 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK