અમેરિકાના ન્યુઝપેપર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’એ દાવો કર્યો હતો કે સાઉથ આફ્રિકામાં જન્મેલા અમેરિકન અબજોપતિ ઇલૉન મસ્કે ૧૯૯૦ના દાયકામાં અમેરિકામાં રહીને ગેરકાયદે કામ કર્યું હતું
ઇલૉન મસ્ક
અમેરિકાના ન્યુઝપેપર ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’એ દાવો કર્યો હતો કે સાઉથ આફ્રિકામાં જન્મેલા અમેરિકન અબજોપતિ ઇલૉન મસ્કે ૧૯૯૦ના દાયકામાં અમેરિકામાં રહીને ગેરકાયદે કામ કર્યું હતું અને આ સમય દરમ્યાન તેણે સ્ટાર્ટઅપ કંપની ખોલી હતી. ૧૯૯૫માં મસ્ક કૅલિફૉર્નિયાના પાલો અલ્ટોમાં આવ્યો હતો અને તેણે સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં ઍડ્મિશન લેવાનું હતું, પણ આ ગ્રૅજ્યુએશન પ્રોગ્રામમાં તે કદી જોડાયો નહોતો અને એને બદલે તેણે Zip2 નામની સૉફ્ટવેર કંપની ઊભી કરી હતી. ૧૯૯૯માં તેણે આ કંપની ૩૦૦ મિલ્યન ડૉલરમાં વેચી દીધી હતી. બે ઇમિગ્રેશન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મસ્કે સ્ટુડન્ટ તરીકે યુનિવર્સિટીમાં ફુલ કોર્સમાં જોડાઈ જવાની જરૂર હતી. આ આરોપો વિશે મસ્કે કોઈ પ્રતિક્રિયા આપી નથી.