Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈલૉન મસ્કે X પર લૉન્ચ કર્યું XChat નામનું નવું ફીચર

ઈલૉન મસ્કે X પર લૉન્ચ કર્યું XChat નામનું નવું ફીચર

Published : 03 June, 2025 07:31 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફીચરનો હેતુ યુઝર્સને વધુ ખાનગી અને સુરક્ષિત વાતચીતનો અનુભવ આપવાનો છે. આ નવા ફીચર દ્વારા મસ્ક Xને ‘એવરીથિંગ ઍપ’ બનાવવા માગતા હોય એવું જણાય છે.

ઈલૉન મસ્ક

ઈલૉન મસ્ક


ઈલૉન મસ્કે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર XChat નામનું નવું ફીચર લૉન્ચ કર્યું છે. આ ફીચર હાલમાં બીટા વર્ઝનમાં છે અને પેઇંગ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. એમાં એન્ક્રિપ્શન, ગાયબ થતા મેસેજ, ફાઇલ-શૅરિંગ તથા ઑડિયો અને વિડિયો કૉલની સુવિધા છે. આ ફીચરનો હેતુ યુઝર્સને વધુ ખાનગી અને સુરક્ષિત વાતચીતનો અનુભવ આપવાનો છે. આ નવા ફીચર દ્વારા મસ્ક Xને ‘એવરીથિંગ ઍપ’ બનાવવા માગતા હોય એવું જણાય છે.


XChatમાં ચૅટિંગ માટે યુઝરે ૪ આંકડાનો પાસકોડ સેટ કરવો પડશે જે મેસેજને સુરક્ષિત રાખે છે. એ બિટકૉઇન શૈલી એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે જે વાતચીતને વધુ ગુપ્ત બનાવે છે. યુઝર્સ ગાયબ થતા મેસેજ મોકલી શકે છે અને વૅનિશિંગ મોડનો પણ ઉપયોગ કરી શકે છે. ડેવલપર્સના મતે આ ફીચર ગ્રુપ-ચૅટમાં ઍડ્વાન્સ્ડ વિકલ્પો પણ આપે છે અને ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર છે.



ઈલૉન મસ્ક Xને એક સુપરઍપ બનાવવા માગે છે જે ચૅટિંગથી લઈને બૅન્કિંગ અને ડેટિંગ સુધી બધું જ કરી શકે. XChat આ દિશામાં તેમની નવી પહેલ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 07:31 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK