Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૈશ્વિક મહામંદીની શરૂઆત? સતત બે ક્વૉર્ટરના ઘટાડા સાથે ફ્રાન્સનું અર્થતંત્ર મંદીમાં સપડાયું

વૈશ્વિક મહામંદીની શરૂઆત? સતત બે ક્વૉર્ટરના ઘટાડા સાથે ફ્રાન્સનું અર્થતંત્ર મંદીમાં સપડાયું

Published : 29 November, 2026 01:23 PM | Modified : 29 November, 2026 01:24 PM | IST | France
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અર્થશાસ્ત્રના નિયમ મુજબ જ્યારે કોઈ દેશની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સતત બે ક્વૉર્ટર સુધી ઘટે ત્યારે એને મંદી ગણવામાં આવે છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વૈશ્વિક મહામંદીની આશંકાઓ વચ્ચે એની પહેલી આહુતિ ફ્રાન્સે આપી હોય એવું ચિત્ર ઊભું થયું છે. યુરો ઝોનનું બીજું સૌથી મોટું અર્થતંત્ર ગણાતું ફ્રાન્સ ટેક્નિકલ રીતે મંદીમાં સપડાયું છે. ફ્રાન્સની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક સ્ટડીઝ (INSEE) દ્વારા શુક્રવારે ૨૭ નવેમ્બરે જાહેર કરાયેલા અંતિમ આંકડા મુજબ ત્રીજા ક્વૉર્ટરમાં દેશના અર્થતંત્રમાં ૦.૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. અગાઉ બીજા ક્વૉર્ટરમાં પણ આર્થિક વૃદ્ધિદર નેગેટિવ રહ્યો હતો. અર્થશાસ્ત્રના નિયમ મુજબ જ્યારે કોઈ દેશની ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સતત બે ક્વૉર્ટર સુધી ઘટે ત્યારે એને મંદી ગણવામાં આવે છે.

આર્થિક મંદી પાછળ મુખ્યત્વે નબળો વિદેશી વેપાર અને ઘટતું ઔદ્યોગિક રોકાણ જવાબદાર છે. ત્રીજા ક્વૉર્ટરમાં ફ્રાન્સની નિકાસમાં ૧.૬ ટકાનો મોટો ઘટાડો થયો, જ્યારે આયાત ૦.૧ ટકા વધી હતી. આ ઉપરાંત કંપનીઓના રોકાણમાં પણ ૦.૮ ટકાનો ઘટાડો નોંધાયો, જેની સામે લોકોનો વપરાશ ખર્ચ માત્ર ૦.૩ ટકા જ વધ્યો હતો. આ ઘટાડાને કારણે સરકાર માટે ચાલુ વર્ષનો ૦.૫ ટકા આર્થિક વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવો મુશ્કેલ બન્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 01:24 PM IST | France | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK