Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ડિવૉર્સ લીધા બાદ જૅપનીઝ કપલે લખનઉના મંદિરમાં ફરી કર્યાં લગ્ન

ડિવૉર્સ લીધા બાદ જૅપનીઝ કપલે લખનઉના મંદિરમાં ફરી કર્યાં લગ્ન

Published : 29 November, 2026 03:48 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વરરાજા અને કન્યા બન્નેએ પરંપરાગત ભારતીય પરિધાન પહેર્યાં હતાં. હિરો ચિહારાએ કુર્તા-પાયજામા પહેર્યા હતા, જ્યારે તેમનાં પત્ની સલવાર-કુર્તામાં જોવા મળ્યાં હતાં. આ કપલને ત્રણ સંતાનો છે.

લખનઉમાં ફરી જૅપનીઝ કપલે લગ્ન કર્યાં

અજબ ગજબ

લખનઉમાં ફરી જૅપનીઝ કપલે લગ્ન કર્યાં


લખનઉમાં આવેલા એક મંદિરમાં ડિવૉર્સ લઈ ચૂકેલા એક જૅપનીઝ કપલે ફરી એકબીજા સાથે લગ્ન કર્યાં છે. પરંપરાગત માહોલમાં ફરી એક વાર લગ્નગ્રંથિથી જોડાતા આ કપલનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. લખનઉના ગોમતી નગર ખાતે આવેલા રાધા-કૃષ્ણ મંદિરમાં આ જૅપનીઝ કપલે તેમનાં સંતાનો, મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં. વાઇરલ વિડિયોમાં જમીન પર બેસીને ગલગોટાના હાર પહેરાવવાથી લઈને પરંપરાગત લગ્નવિધિ કરતું આ કપલ જોવા મળે છે. વિધિ દરમ્યાન વરરાજાએ કન્યાની માંગમાં સિંદૂર પૂર્યું હતું અને બન્નેએ ૭ ફેરા પણ લીધા હતા.

વરરાજા હિરો ચિહારાએ જણાવ્યું હતું કે ‘અમે આટલાં સુંદર લગ્ન કરી શક્યાં એ અમારા માટે ખૂબ જ અમૂલ્ય અનુભવ હતો. અમે ૨૦૨૨માં ડિવૉર્સ લીધા હતા અને હવે ફરી એકબીજા સાથે લગ્ન કર્યાં છે, અમે આ લગ્ન ભારતમાં જ કરવા માગતાં હતાં.’ આ પ્રસંગે વરરાજા અને કન્યા બન્નેએ પરંપરાગત ભારતીય પરિધાન પહેર્યાં હતાં. હિરો ચિહારાએ કુર્તા-પાયજામા પહેર્યા હતા, જ્યારે તેમનાં પત્ની સલવાર-કુર્તામાં જોવા મળ્યાં હતાં. આ કપલને ત્રણ સંતાનો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2026 03:48 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK