સિંધુ જળ કરારના સસ્પેન્શન વચ્ચે ભારતનો માનવતાવાદી અભિગમ : પાકિસ્તાન સાથે પૂરની ૩ ચેતવણીઓ શૅર કરી
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ડૅમ ઓવરફ્લો થયા બાદ પાકિસ્તાન તરફ જતી નદીઓમાં નીચાણવાળા સરહદી વિસ્તારોમાં પાણી છોડવામાં આવ્યા પછી ભારતે પાકિસ્તાનને પૂર સંબંધી ચેતવણી આપી હતી જેના પગલે પાકિસ્તાને એક લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ભારે વરસાદ પછી ભારત દ્વારા પાણી છોડવામાં આવ્યા બાદ સતલજ નદી એના કાંઠે છલકાઈ છે.
ભારતે સંભવિત પૂરની ચેતવણી પાકિસ્તાનને આપ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આમ મહિનાઓ બાદ બે પરમાણુ સશસ્ત્ર હરીફો વચ્ચે પ્રથમ જાહેર રાજદ્વારી સંપર્ક થયો હતો. પાકિસ્તાનની ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ જણાવ્યું હતું કે ‘સતલજ નદીમાં પાણીના પ્રવાહ અને પૂરના જોખમ વિશે ચેતવણી બાદ પૂર્વ પંજાબ પ્રાંતના વિવિધ જિલ્લાઓમાંથી સ્થળાંતર ચાલુ છે. બચાવકર્તાઓએ પંજાબ પ્રાંતના કસુર જિલ્લામાંથી ૧૪,૦૦૦થી વધુ લોકોને બહાર કાઢ્યા હતા, જ્યારે ભારતીય સરહદની નજીક બહાવલનગર શહેરમાંથી ૮૯,૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.’
ADVERTISEMENT
સિંધુ જળ કરારના સસ્પેન્શન વચ્ચે ભારતનો માનવતાવાદી અભિગમ : પાકિસ્તાન સાથે પૂરની ૩ ચેતવણીઓ શૅર કરી
ઇસ્લામાબાદમાં ભારતના હાઈ કમિશને ૧૯૬૦ની ઇન્ડસ વૉટર ટ્રીટી (IWT) હેઠળ નહીં પણ માનવતાવાદી ધોરણે સંભવિત પૂરની ચેતવણી શૅર કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે IWT સસ્પેન્ડેડ હોવા છતાં રવિવારથી ભારતે ઓછામાં ઓછા ત્રણ વખત પાકિસ્તાનને સરહદ પારથી પૂરની ચેતવણી આપી છે. ભારતે એના મિશન દ્વારા પૂરની ચેતવણી શૅર કરી હતી, જેણે પાકિસ્તાનની મિનિસ્ટ્રી ઑફ ફૉરેન અફેર્સ મંત્રાલય (MoFA)ને જાણકારી આપી હતી. એપ્રિલમાં થયેલા ઘાતક પહલગામ આતંકવાદી હુમલા બાદ IWTને સ્થગિત રાખવાના નિર્ણયની જાહેરાત કર્યા પછી ભારત હવે પાકિસ્તાન સાથે માહિતી શૅર કરી રહ્યું નથી, પણ આ ચેતવણી માનવતાના ધોરણે આપવામાં આવી હતી.

