Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સાત વર્ષ પછી આખરે ઈરાનથી ૨૦ લાખ બૅરલ તેલ લઈને પહેલું જહાજ પહોંચ્યું ભારત

સાત વર્ષ પછી આખરે ઈરાનથી ૨૦ લાખ બૅરલ તેલ લઈને પહેલું જહાજ પહોંચ્યું ભારત

Published : 11 April, 2026 07:55 AM | IST | Tehran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ સંકટના સમયે અમેરિકાએ ૨૦ માર્ચે ઈરાન પર તેલ વેચવા પર મૂકેલી પાબંદી હટાવી હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દુનિયા આખી તેલથી ટળવળી રહી છે. આ સંકટના સમયે અમેરિકાએ ૨૦ માર્ચે ઈરાન પર તેલ વેચવા પર મૂકેલી પાબંદી હટાવી હતી. અમેરિકાએ ૨૦ માર્ચ પહેલાં જ જહાજોમાં લોડ થઈ ગયેલા ઈરાની ક્રૂડ ઑઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના વેચાણ, ડિલિવરી અને ઑફ-લોડિંગની છૂટ આપી હતી. આ બૅન હટતાં જ ઈરાને તરત જ ભારત માટે ૨૦ લાખ બૅરલ ઑઇલની ખેપ રવાના કરી દીધી હતી. જયા નામનું આ જહાજ હવે ભારતના ઈસ્ટર્ન કિનારે આવી પહોંચ્યું છે. અમેરિકાએ મૂકેલા ૭ વર્ષના પ્રતિબંધ પછી ઈરાનનું તેલ પહેલી વાર ભારત આવ્યું છે. આ વાતની પુષ્ટિ સૌથી પહેલાં ઈરાન ન્યુઝ ૨૪ ચૅનલે શુક્રવારે સાંજે કરી હતી. ટૅન્કરટ્રૅકર્સ ડેટા અનુસાર ઈરાને મોકલેલું જયા ઓડિશાના દરિયા‌કિનારે લાંગરવામાં આવ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2026 07:55 AM IST | Tehran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK