૨૭ ઑગસ્ટથી અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર ભારેખમ ટૅરિફ લાદીને ભારતીય નિકાસની કમર તોડવાનો પ્રયાસ કર્યો હતો, પણ ટ્રમ્પનું આ પગલું સફળ થયું નથી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટૅરિફ લાદીને ભારતીય નિકાસ-વેપારને દબાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ નવેમ્બર મહિનામાં ટ્રમ્પની આ ટૅરિફની હવા નીકળી ગઈ હતી. તમામ પ્રતિબંધો અને ઊંચા ટૅરિફ-દરોને અવગણીને ભારતે અમેરિકામાં જોરદાર નિકાસ કરી હતી. નવેમ્બર ૨૦૨૫માં અમેરિકામાં ભારતની નિકાસમાં બાવીસ ટકાનો વધારો થયો છે. નવેમ્બર ૨૦૨૪માં અમેરિકામાં નિકાસ ૫.૭૦ અબજ ડૉલર હતી, જે નવેમ્બર ૨૦૨૫માં વધીને ૬.૯૮ અબજ ડૉલર થઈ ગઈ હતી. નવેમ્બર ૨૦૨૫ના આંકડા માત્ર ટ્રમ્પની નીતિઓ પર થપ્પડ જ નથી, એ ભારતીય અર્થતંત્રની તાકાત પણ દર્શાવે છે જે કોઈ પણ વૈશ્વિક દબાણનો સામનો કરવા સક્ષમ છે.
અમેરિકા ભારતીય ઉત્પાદનો પર ૫૦ ટકા ટૅરિફ લગાવી રહ્યું છે. ૨૭ ઑગસ્ટથી અમલમાં આવેલી આ ટૅરિફનો હેતુ ભારતીય નિકાસની કમર તોડવાનો હતો. આ ટૅરિફને કારણે સપ્ટેમ્બર અને ઑક્ટોબરના પ્રથમ બે મહિનામાં એની અસર જોવા મળી હતી અને નિકાસમાં ઘટાડો થયો હતો, પરંતુ નવેમ્બરમાં બાજી પલટાઈ ગઈ હતી. અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો અને એમાં પણ ખાસ કરીને એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રૉનિક્સ અને કાપડની ડિમાન્ડ એટલી મજબૂત


