કામને લગતી તમામ ઈ-મેઇલ, ફોન, મેસેજથી દૂર રહેવાની છૂટ સાથે નાતાલનું વેકેશન માણશે સાઇબર સિક્યૉરિટીની કંપનીમાં કામ કરતા આ એમ્પ્લૉઈઝ
ડિજિટલ ડીટૉક્સની જાહેરાતને સેલિબ્રેટ કરતા એમ્પ્લૉઈઝ.
ઑફિસની ઈ-મેઇલ્સ, મેસેજ અને નોટિફિકેશન્સ સતત ચાલતાં જ રહે છે. આવા સમયમાં વિશ્વભરમાં કંપનીઓ એમ્પ્લૉઈઝના માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃત બની રહી છે અને સતત ડિજિટલ એન્ગેજમેન્ટની આડઅસરને ઓળખવા લાગી છે. આ જ કારણે હવે ઘણી ગ્લોબલ કંપનીઓ ડિજિટલ ડીટૉક્સ બ્રેક જેવી પૉલિસી અપનાવી રહી છે.
આવું જ એક ઉદાહરણ મુંબઈની કંપનીએ પણ પૂરું પાડ્યું છે. સાઇબર સિક્યૉરિટી કંપની સાઇબરફ્રેટના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ગૌરવ બત્રાએ ૨૫ ડિસેમ્બરથી ૪ જાન્યુઆરી સુધી ૧૧ દિવસના ડિજિટલ ડીટૉક્સની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે ‘આ દિવસોમાં અમારા એમ્પ્લૉઈઝ સ્ક્રીન અને વર્ક-રિલેટેડ મેસેજ અને ઈ-મેઇલ્સથી દૂર રહેશે. આ સમય તેમને રીચાર્જ થવામાં મદદ કરશે.’
ADVERTISEMENT
યુરોપના ઘણા દેશોમાં ફોર ડેઝ અ વીક વર્કિંગ થઈ ગયું છે તો ફ્રાન્સ સહિતના દેશોમાં નો ઈ-મેઇલ્સ અવર્સ નક્કી કરવામાં આવ્યા છે જેનાથી નોકરી કરનારા વર્ગમાં બર્નઆઉટ જેવી સમસ્યાઓ ટાળી શકાય. મેડિકલ એક્સપર્ટ્સ તો આવી પૉલિસીને ખાસ સમર્થન આપે છે.


