બીજી તરફ ક્ષત્રિય સમાજના રવિરાજ સિંહ ગોહિલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને બ્રહ્મસમાજને સમર્થન જાહેર કર્યું હતું અને બ્રહ્મસમાજે લીધેલા નિર્ણયને વંદન કર્યાં હતાં
કિંજલ દવે
સિંગર કિંજલ દવેના ઇન્ટરકાસ્ટ સગપણને લઈને તેમ જ તેના પિતા લલિત દવેને સમાજની બહાર કરવાના મુદ્દે હજી પણ વિવાદ યથાવત્ રહ્યો છે. કોઈ કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યું છે તો કોઈ વિરોધ પણ કરી રહ્યું છે ત્યારે બ્રહ્મસમાજના અગ્રણીઓને અસામાજિક તત્ત્વો કહેવાના મુદ્દે વર્લ્ડ બ્રાહ્મણ ઑર્ગેનાઇઝેશને કિંજલ દવે માફી માગે એવી માગણી કરી છે.
વિવાદના પગલે કિંજલ દવેએ સોશ્યલ મીડિયા પર એક વિડિયો જાહેર કરીને પોતાની વાત મૂકી હતી. એની સામે વર્લ્ડ બ્રાહ્મણ ઑર્ગેશનાઇઝેશનના ચૅરમૅન હેમાંગ રાવલે કહ્યું હતું કે ‘સમાજે જે પગલાં લીધાં છે એ સમાજના બંધારણ મુજબ લીધાં છે. કિંજલબહેન જો બ્રહ્મસમાજના અગ્રણીઓને અસામાજિક તત્ત્વો કહેતાં હોય તો તેમણે જાહેર કરવું જોઈએ કે આ લોકો પર કેટલા કેસ થયા છે અને તેમને કેટલી સજા થઈ છે? નહીંતર તેમણે આ વાતની માફી માગવી જોઈએ. તેઓ કહે છે કે દીકરીઓની પાંખો કાપવાની વાત છે. તો તેઓ ગાય છે એનો સમાજે વિરોધ નથી કર્યો. સમાજ દીકરીઓ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) અને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના મફત વર્ગો ચલાવે છે તો ક્યાંથી દીકરીઓની પાંખો કાપી?’
ADVERTISEMENT
બીજી તરફ ક્ષત્રિય સમાજના રવિરાજ સિંહ ગોહિલે સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને બ્રહ્મસમાજને સમર્થન જાહેર કર્યું હતું અને બ્રહ્મસમાજે લીધેલા નિર્ણયને વંદન કર્યાં હતાં.


