Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં છ દિવસ પહેલાં ગુમ થયેલા ભારતીય સ્ટુડન્ટની લાશ મળી

અમેરિકામાં છ દિવસ પહેલાં ગુમ થયેલા ભારતીય સ્ટુડન્ટની લાશ મળી

Published : 16 February, 2026 10:04 AM | IST | California
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં બે વીકથી તે માત્ર ચિપ્સ અને કુકીઝ ખાતો હતો અને અત્યંત ચિંતામાં હોય એવું લાગતું હતું

સાકેત શ્રીનિવાસૈયા

સાકેત શ્રીનિવાસૈયા


મૂળ કર્ણાટકનો બાવીસ વર્ષનો સાકેત શ્રીનિવાસૈયા અમેરિકાના બર્કલીની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં કેમિકલ અને બાયોમૉલેક્યુલર એન્જિનિયરિંગનું ભણવા માટે ગયો હતો. જોકે ૯ ફેબ્રુઆરીથી તે ગુમ થઈ ગયો હતો. એ વખતે તેનું લૅપટૉપ અને બૅગ પાડોશીના ઘરની બહારથી મળી આવ્યાં હતાં. જોકે ગઈ કાલે સૅન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય વાણિજ્ય દૂતાવાસે સોશ્યલ મીડિયા પર સાકેતનું શબ મળ્યું હોવાની પુષ્ટિ કરી હતી. છેલ્લી વાર તે બર્કલી હિલ્સના વિસ્તારમાં લેક અંજા પાસે દેખાયો હતો. ભારતીય દૂતાવાસે સાકેતના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીને પરિવારને તમામ શક્ય સહાયતા આપવાની તત્પરતા બતાવી હતી. તેના પાર્થિવ દેહને ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

સાકેત શ્રીનિવાસૈયા એ છ લોકોમાંનો એક છે જેની પાસે હાઇપરલૂપ માટે માઇક્રોચૅનલ કૂલિંગ સિસ્ટમ અને એની પ્રક્રિયાના વિકાસની પેટન્ટ હતી.



સાકેતની સાથે તેની જ રૂમમાં રહેતા બનીત સિંહે કહ્યું હતું કે ‘તે ઇમર્જન્સી વીઝા પર પરિવારને ઇન્ડિયાથી અમેરિકા મોકલવા માટે ઑથોરિટીઝ સાથે વાતચીત કરી રહ્યો હતો. સાકેત છેલ્લાં બે વીક પહેલાં સુધી બરાબર હતો. એ પછી તેણે માત્ર ચિપ્સ અને કુકીઝ જ ખાધાં હતાં અને બહુ શાંત અને નિષ્ક્રિય જેવો થઈ ગયો હતો. એ પહેલાં બીજાં કોઈ જ નિશાન નહોતાં.’


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2026 10:04 AM IST | California | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK