Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇઝરાયલમાં સત્તાપરિવર્તનના ભણકારા

ઇઝરાયલમાં સત્તાપરિવર્તનના ભણકારા

Published : 09 November, 2026 02:56 PM | IST | Israel
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બેન્જામિન નેતન્યાહુ પાસે સંખ્યાબળ ઓછું, રાષ્ટ્રપતિએ ગાદી આઇઝનકૉટને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

૨૭ ઑક્ટોબરની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝૅક હરઝોગે ભૂતપૂર્વ આર્મી ચીફ અને યશર પાર્ટીના નેતા ગાદી આઇઝનકૉટને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.

૨૭ ઑક્ટોબરની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝૅક હરઝોગે ભૂતપૂર્વ આર્મી ચીફ અને યશર પાર્ટીના નેતા ગાદી આઇઝનકૉટને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.


ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે સત્તા ટકાવી રાખવી મુશ્કેલ બની ગઈ છે. ૨૭ ઑક્ટોબરની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝૅક હરઝોગે ભૂતપૂર્વ આર્મી ચીફ અને યશર પાર્ટીના નેતા ગાદી આઇઝનકૉટને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે.
ઇઝરાયલની ૧૨૦ બેઠકોવાળી સંસદમાં ૬૭ સંસદસભ્યોએ ગાદી આઇઝનકૉટને ટેકો આપ્યો છે, જ્યારે બેન્જામિન નેતન્યાહુને માત્ર ૪૬ લોકોનું સમર્થન મળ્યું છે. આઇઝનકૉટને ચેન્જ બ્લૉકના ૪૮, આરબ પાર્ટી રાઆમના ૭ અને આરબ પાર્ટીઓના જૉઇન્ટ લિસ્ટ નામના સંયુક્ત સંગઠનના ૧૨ સભ્યોએ સમર્થન આપ્યું છે. યુનાઇટેડ તોરાહ જુડાઇઝમ (UTJ)ના ૭ સભ્યો તટસ્થ રહ્યા છે. હવે આઇઝનકૉટ પાસે ગઠબંધન સરકાર બનાવવા માટે ૨૮ દિવસનો સમય છે. જો તેઓ સફળ થશે તો તેઓ ઇઝરાયલના પહેલા મિઝરાહી વડા પ્રધાન બનશે. મિઝરાહી ઇઝરાયલના ૧૨ કબીલા પૈકીનો એક કબીલો છે. ૧૨ કબીલાઓએ ઇઝરાયલની સ્થાપના કરી હોવાની માન્યતા છે. 
ગાદી આઇઝનકૉટ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના ભૂતપૂર્વ વડા છે. ૨૦૨૩ની ૭ ઑક્ટોબરે થયેલા હમાસના હુમલા પછી તેમણે નેતન્યાહુની વૉર ટાઇમ કૅબિનેટમાં કામ કર્યું હતું, પરંતુ યુદ્ધના સંચાલન પર મતભેદ થતાં તેઓ વિરોધ પક્ષમાં જોડાયા હતા. બીજી તરફ બેન્જામિન નેતન્યાહુએ હાર માની નથી. તેઓ આરબ પાર્ટીઓના ટેકાવાળી સરકારની ચેતવણી આપી રહ્યા છે. જો આઇઝનકૉટ સરકાર બનાવવામાં નિષ્ફળ જશે તો ૨૦૨૭ની શરૂઆતમાં ઇઝરાયલમાં ફરીથી ચૂંટણી થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2026 02:56 PM IST | Israel | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK