Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રશિયાના કામચટકા દ્વીપ પર ૭ની તીવ્રતાનો ધરતીકંપ

રશિયાના કામચટકા દ્વીપ પર ૭ની તીવ્રતાનો ધરતીકંપ

Published : 17 October, 2026 02:38 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાડોશી દેશ જપાનમાં અફરાતફરી મચી ગઈ, ખોટા ડેટાને કારણે ઇમર્જન્સીની ચેતવણી આપી દેવાઈ, રશિયાના કામચટકા દ્વીપ પર શુક્રવારે ૭ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે રશિયાના પાડોશી દેશ જપાનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રશિયાના કામચટકા દ્વીપ પર શુક્રવારે ૭ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો જેના કારણે રશિયાના પાડોશી દેશ જપાનમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જપાનના હવામાન વિભાગની ઑટોમૅટેડ સિસ્ટમ દ્વારા શરૂઆતમાં ભૂલથી એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે કુરિલ ટાપુઓ પાસે ૯.૯ની તીવ્રતાનો અત્યંત વિનાશક ભૂકંપ આવ્યો છે. આ ખોટા ડેટાને આધારે જપાનમાં તાત્કાલિક ધોરણે ઇમર્જન્સી ચેતવણી જાહેર કરી દેવામાં આવી હતી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા જણાવાયું હતું. 
જોકે થોડા સમય બાદ જ્યારે સિસ્ટમનું ફરીથી ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ માત્ર એક ટેક્નિકલ ભૂલ હતી અને વાસ્તવિક ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી. સિસ્મોલૉજિકલ સેન્ટરના નવા રિપોર્ટ મુજબ આ ભૂકંપ ૧૪૦ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો અને એનાથી સુનામીનો કોઈ જ ખતરો નહોતો. જપાનના હાકોદાતે સહિતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપની તીવ્રતા માત્ર ૧ જેટલી જ નોંધાઈ હતી જેથી કોઈ મોટું નુકસાન થયું નહોતું. 
જપાન પ્રશાસને તાત્કાલિક ધોરણે પોતાની ચેતવણી પાછી ખેંચી લીધી હતી અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે ઑટોમૅટેડ સિસ્ટમ દ્વારા શરૂઆતમાં આટલો મોટો ખોટો આંકડો કેવી રીતે દર્શાવવામાં આવ્યો એ વિશે હવે એક ઉચ્ચ સ્તરીય ખાસ તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ગંભીર ભૂલો ટાળી શકાય અને ખોટા ભયનો માહોલ ઊભો ન થાય એની પૂરતી તકેદારી રાખી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2026 02:38 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK