Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નિષ્ણાતોનું કહેવું છે કે તેલ નહીં, હવે પાણીની લડાઈ

નિષ્ણાતોનું કહેવું છે કે તેલ નહીં, હવે પાણીની લડાઈ

Published : 09 March, 2026 09:24 AM | IST | Iran
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇઝરાયલે ઈરાનના ડિસેલિનેશન પ્લાન્ટ પર હુમલો કરીને ૩૦ ગામોને પાણીથી ટળવળતાં કરી દેતાં ઈરાને દુબઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ પાસે હુમલો કર્યો: નિષ્ણાતોનું કહેવું છે કે આમ જ ચાલ્યું તો ખાડી દેશો તરસથી ટળવળશે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના જંગમાં દુનિયાભરના લોકોને તેલના ભાવ વધી રહ્યા હોવાની ચિંતા સતાવી રહી છે, પરંતુ યુદ્ધમાં સામેલ દેશો માટે ઑઇલ કરતાં મોટી સમસ્યા પાણીની પેદા થવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ ખાડી દેશોમાં પાણી એ સૌથી ઓછો મળતો અને સૌથી મહત્ત્વનો રિસોર્સ છે. અમેરિકાએ કરેલા અટૅકમાં ઈરાનના એક દ્વીપ પર બનેલો ડિસેલિનેશન પ્લાન્ટ ડૅમેજ થવાથી આસપાસનાં ૩૦ ગામોનો પાણીનો સ્રોત પ્રભાવિત થયો હતો. ઈરાનના વિદેશપ્રધાને આ હુમલાને અત્યંત ખતરનાક ગણાવ્યો હતો, કેમ કે ખાડી દેશોમાં ડિસેલિનેશન પ્લાન્ટમાં સમુદ્રના પાણીને મીઠું પીવાલાયક બનાવીને વાપરવામાં આવે છે. કુવૈતમાં ૯૦ ટકા, ઓમાનમાં ૮૬ ટકા અને સાઉદી અરેબિયામાં ૭૦ ટકા પાણી આવા પ્લાન્ટ્સમાંથી આવે છે. જોકે હવે ઈરાને કરેલા પાડોશી દેશો પરના વળતા હુમલામાં ત્રણ ખાડી દેશોના પ્લાન્ટ્સ ડૅમેજ થયા છે.

અમેરિકા-ઇઝરાયલે પીવાના પાણી પર કરેલા હુમલા પછી હવે સમાચાર આવ્યા છે કે ઈરાને પાડોશી દેશો પર કરેલા હુમલાઓમાં ડિસેલિનેશન પ્લાન્ટ્સ પણ જોખમમાં છે. દુબઈમાં જેબેલ અલી પોર્ટ પર ઈરાને હુમલો કર્યો હતો એની બાજુમાં જ દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ છે. યુનાઇટેડ આરબ ઍમિરેટ્સના ફુજૈરાહ કૉમ્પ્લેક્સ અને કુવૈતના ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ મિસાઇલોનો કાટમાળ પડવાથી ક્ષતિ પહોંચી છે. ગઈ કાલે બાહરિને ઈરાન પર આરોપ લગાવ્યો હતો કે ડ્રોન હુમલામાં તેમના ડિસેલિનેશન પ્લાન્ટને નુકસાન પહોંચ્યું છે.



ખાડી દેશોમાં લગભગ ૫૬ આવા પ્લાન્ટ્સ છે જે આ વિસ્તારોની ૯૦ ટકા પીવાના પાણીની પૂર્તિ કરે છે. કુદરતી સંસાધન નિષ્ણાત માઇકલ ક્રિસ્ટોફરનું કહેવું છે કે ‘ખાડી દેશો સૉલ્ટવૉટર કિંગડમ છે જ્યાં ડિસેલિનેશન એક ઉપલબ્ધિ પણ છે અને કમજોરી પણ. જો સાઉદી અરેબિયામાં આવેલા સૌથી મોટા પ્લાન્ટને નુકસાન થાય તો રિયાધ જેવાં શહેરોને ખાલી કરવાં પડી શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 March, 2026 09:24 AM IST | Iran | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK