શ્રી જગદીશ, શ્રી લક્ષ્મીનારાયણ અને હનુમાન મંદિરને ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠા બાદ ભક્તોનાં દર્શન-પૂજા માટે ખુલ્લાં મુકાયાં; આ મંદિરો છેલ્લાં અનેક વર્ષોથી બિલ્ડિંગ-રિપેરિંગને લીધે બંધ હતાં
સાઉથ મુંબઈના પ્રસિદ્ધ મુમ્બાદેવી મંદિર પાસે આવેલાં બેટ દ્વારકા સંચાલિત મંદિરો ભક્તો માટે ખુલ્લાં મુકાયાં.
સાઉથ મુંબઈના ગામદેવી અને પ્રસિદ્ધ મુમ્બાદેવી મંદિર પાસે આવેલા બેટ દ્વારકા ટ્રસ્ટ સંચાલિત શ્રી જગદીશ, શ્રી લક્ષ્મીનારાયણ અને હનુમાન મંદિરને ગઈ કાલે પ્રાણપ્રતિષ્ઠા પૂજાવિધિ કરીને ભક્તોનાં દર્શન માટે ખુલ્લાં મૂકવામાં આવ્યાં હતાં.
આ મંદિરો છેલ્લાં અનેક વર્ષોથી બિલ્ડિંગના રિપેરિંગને લીધે બંધ રાખવામાં આવ્યાં હતાં જેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા-પૂજા માટે ૧૫ પૂજારીઓની ટીમ સામેલ હતી. એ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણીઓ મુંબઈમાં રહેતા મિહિર મહેતા તેમ જ ગુજરાતથી સમીર પટેલ અને સૌરભ દલાલ હાજર રહ્યા હતા. મંદિર-પ્રશાસને ભક્તોને દર્શન-પૂજાપાઠ માટે આવવાનું આવાહ્ન કર્યું છે. આ મંદિરનું વ્યવસ્થાપન મુમ્બાદેવી મંદિરના વ્યવસ્થાપક હેમંત જાધવ કરશે.
