Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીને ગ્લેશિયરો ધરાવતા તિબેટનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં કરેલાં આડેધડ બાંધકામોથી નેપાલમાં આવ્યું મહાસંકટ

ચીને ગ્લેશિયરો ધરાવતા તિબેટનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં કરેલાં આડેધડ બાંધકામોથી નેપાલમાં આવ્યું મહાસંકટ

Published : 29 August, 2026 09:13 AM | IST | Lhasa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચીને ગ્લેશિયરો ધરાવતા તિબેટનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં કરેલાં આડેધડ બાંધકામોથી નેપાલમાં આવ્યું મહાસંકટ

તિબેટનું લેક ઓવરફ્લો થતાં નેપાલના ધાદિંગમાં આવેલા ફ્લૅશ ફ્લડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.

તિબેટનું લેક ઓવરફ્લો થતાં નેપાલના ધાદિંગમાં આવેલા ફ્લૅશ ફ્લડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો.


ચીને એના કબજા હેઠળના તિબેટની ગ્લેશિયરો ધરાવતાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં કરેલાં આડેધડ બાંધકામોને લીધે નેપાલમાં મહાસંકટ આવ્યું હોવાનું નેપાલમાં પ્રકાશિત ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે.

આ પ્રકારના અનેક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે હિમનદીની ઊંચાઈ પર ચીને વસાહતો ઊભી કરી છે. ગ્યિરૉન્ગ નગરની નજીક પૂર આવ્યું હતું હતું, જેનું નિર્માણ પણ પહાડોને કાપીને કરવામાં આવ્યું છે. આ શહેરનું નિર્માણ ત્રિશૂલી નદીના કુદરતી માર્ગ પર કરવામાં આવ્યું છે. બુધવારે સવારે ભોટેકોશી અને ત્રિશૂલી નામની બે નદીઓના માર્ગમાં આવેલાં ગામડાં અને શહેરો પર મહાપૂર ત્રાટકતાં પાણી અને કાદવથી ઘરો ઘેરાઈ ગયાં હતાં અને વાહનો રમકડાંની જેમ તણાઈ ગયાં હતાં. આમ ચીનના આ પ્રકારના બાંધકામને કારણે નેપાલ પર મહાસંકટ આવ્યું હતું.




નેપાલના નુવાકોટ જિલ્લાના દેવીઘાટમાં કાદવ ફરી વળેલા ઘરોમાંથી વાપરી શકાય એવો સામાન શોધી રહેલા સ્થાનિકો

એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે હિમશિખરો પરની સંવેદનશીલ ઇકો-સિસ્ટમને થતા નુકસાનને કારણે હવે નેપાલમાં વાર્ષિક ધોરણે હિમપ્રપાત થાય છે જેને કારણે નેપાલમાં અચાનક પૂર આવે છે અને જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

29 August, 2026 09:13 AM IST | Lhasa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK