હૉન્ગકૉન્ગના સેન્ટર ફોર હૅલ્થ પ્રોટેક્શનના વડા આલ્બર્ટ ઓઉએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રના ડેટા અનુસાર, મે મહિનામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય મિડ-ડે
ચીનમાંથી આવેલા કોરોના વાયરસની આપત્તિને લીધે થયેલા નુકસાનથી આજે પણ દુનિયા રિકવર કરી રહી છે. વર્ષ 2020થી લગભગ 2023 સુધી કોરોનાને લીધે દુનિયાને ઘણું નુકસાન થયું. જોકે ફરી એક વખત એશિયામાં કોરોનાએ ડરાવવાનું શરૂ કર્યું છે. હૉન્ગકૉન્ગ અને સિંગાપોરમાં કોવિડ-૧૯ ના ઘણા નવા કેસોએ દરેકની ચિંતા વધારી દીધી છે.
છેલ્લા કેટલાક દિવસોમાં, આ બન્ને શહેરોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થયો છે. કેસોમાં વધારો જોઈને તેને કોરોનાની નવી લહેર ગણવામાં આવી રહી છે. પરિસ્થિતિ એવી છે કે અધિકારીઓએ આ અંગે ચેતવણી પણ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હૉન્ગકૉન્ગમાં આ વાયરસના ચેપનો દર ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયો છે. જ્યારે સિંગાપોરમાં પણ આ વાયરસથી પ્રભાવિત અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે.
ADVERTISEMENT
હૉન્ગકૉન્ગમાં શું પરિસ્થિતિ છે?
હૉન્ગકૉન્ગના સેન્ટર ફોર હૅલ્થ પ્રોટેક્શનના વડા આલ્બર્ટ ઓઉએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. કેન્દ્રના ડેટા અનુસાર, મે મહિનામાં અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોની સંખ્યા છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ છે.
સિંગાપોરમાં પણ સ્થિતિ ખરાબ છે
સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે પણ વધતા જતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોનાના કેસમાં 28 ટકાનો વધારો થયો છે. સ્થાનિક હૉસ્પિટલોમાં કોરોના દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. તમને જણાવી દઈએ કે સિંગાપોર આવા કેસોની સંખ્યા ત્યારે જ જણાવે છે જ્યારે તેમાં નોંધપાત્ર વધારો નોંધાય છે.
સ
સમગ્ર એશિયામાં COVID-19 ની નવી લહેર ફેલાઈ રહી છે, જેમાં ચીન, થાઈલન્ડ, હૉન્ગકૉન્ગ અને સિંગાપોર સહિત અનેક દેશોમાં કેસ વધી રહ્યા છે.
- અસરગ્રસ્ત દેશો:
- ચીન: હૉસ્પિટલોમાં દર્દીઓમાં કોવિડ ટૅસ્ટ પોઝિટિવિટી દર બમણો થઈ ગયો છે, જે ઉનાળાની ટોચ પર પહોંચવાની સંભવિત લહેર દર્શાવે છે.
- થાઈલૅન્ડ: આરોગ્ય એજન્સીઓ રોગચાળાનો સામનો કરી રહી છે, જોકે ચોક્કસ કેસ સંખ્યા ઉપલબ્ધ નથી.
- હૉન્ગકૉન્ગ: વાયરસ "ખૂબ ઊંચા" સ્તરે ફેલાઈ રહ્યો છે, 3 મેના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં 31 ગંભીર કેસ નોંધાયા છે, જે એક વર્ષમાં સૌથી વધુ છે.
- સિંગાપોર: કોવિડના કેસોમાં વધારો થયો છે, મે મહિનામાં હોસ્પિટલમાં દાખલ થવામાં 30% વધારો થયો છે અને કેસ 28 ટકા વધીને 14,200 થયા છે.
શું છે લક્ષણો:
- તાવ અને શરદી
- ગળામાં દુખાવો
- માથું દુખવું
- સ્નાયુઓમાં દુખાવો
- નાકમાંથી પાણી વહેવું
- સૂંઘવાની શક્તિ અને સ્વાદ ગુમાવવો
- શ્વસન સમસ્યાઓ
ફરી વધારાના કારણો:
- સિંગાપોરના આરોગ્ય મંત્રાલય દ્વારા સૂચવ્યા મુજબ વસ્તીમાં રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો
- શહેરોમાં લોકોનો વધારો, ગટરના પાણીમાં વાયરલ લોડ અને કોવિડ-સંબંધિત તબીબી પરામર્શ દ્વારા સૂચવવામાં આવે છે
સાવચેતીઓ:
- નવીનતમ અપડેટ્સ વિશે જાણતા રહો
- જાહેર આરોગ્ય માર્ગદર્શિકાનું પાલન કરો
- વાયરસના ફેલાવાને રોકવા માટે જરૂરી સાવચેતી રાખો

