આ પ્રથા લગભગ એક સદી પહેલાં અમેરિકામાં નાબૂદ કરવામાં આવી હતી
આર્મી-ઑફિસર નિદાલ હસન
અમેરિકામાં ૨૦૦૯માં ગોળીબારમાં ૧૩ સૈનિકોની હત્યા કરનારા આર્મી-ઑફિસર નિદાલ હસનને દુનિયા સમક્ષ ટીવી પર લાઇવ મૃત્યુદંડની સજા આપવામાં આવશે. આ પ્રથા લગભગ એક સદી પહેલાં અમેરિકામાં નાબૂદ કરવામાં આવી હતી. જોકે ઈરાન, નૉર્થ કોરિયા અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર હજી આ રીતે મૃત્યુદંડની સજા આપે છે. આ મુદ્દે અમેરિકાના યુદ્ધપ્રધાન પીટ હેગસેથે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નિદાલ હસનને આ વર્ષે ૩ ડિસેમ્બરે ફાયરિંગ સ્ક્વૉડ દ્વારા મૃત્યુદંડની સજા આપવામાં આવશે અને એનું ટીવી પર લાઇવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે.
મેજર નિદાલ મલિક હસને ટેક્સસના ફોર્ટ હુડ ખાતે પોતાની અંગત હૅન્ડગનથી ૧૩ સૈનિકોની હત્યા કરી હતી અને ૩૨ અન્ય લોકોને ઘાયલ કર્યા હતા. આ હુમલો અમેરિકાના લશ્કરી બેઝ પરનો સૌથી ઘાતક ગોળીબાર હતો અને આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો.
