Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ફલાહારી બાબાએ માફી માગી લીધી

ફલાહારી બાબાએ માફી માગી લીધી

Published : 10 October, 2026 11:02 AM | IST | Vrindavan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ કરોડ રૂપિયા લઈને વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજનાં દર્શને આવ્યો એવો આરોપ લગાવ્યો હતો

ફલાહારી બાબા

ફલાહારી બાબા


શ્રી કૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ શર્મા ઉર્ફે ફલાહારી મહારાજે વિરાટ કોહલી વિશે જે નિવેદન આપ્યું હતું એ મુદ્દે માફી માગી લીધી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લાવવા માટે રાજસ્થાનની એક કંપનીએ ક્રિકેટર દંપતીને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. વિરાટ કોહલીએ તમામ આરોપોને નિરાધાર, પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવીને ફગાવી દીધા હતા. આ મુદ્દે વિવાદ વધ્યા બાદ ફલાહારી બાબાએ માફી માગી લીધી છે. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘વૃંદાવનના બધા સંતો મારા માટે પૂજનીય છે અને મને હંમેશાં સંત પ્રેમાનંદ મહારાજ પ્રત્યે આદર રહ્યો છે. મારા નિવેદનથી પ્રેમાનંદ મહારાજને દુઃખ થયું હશે જેના માટે હું માફી માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2026 11:02 AM IST | Vrindavan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK