Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટેક સેક્ટરમાં છટણીનો હાહાકાર : પાંચ મહિનામાં ૧.૧૬ લાખ લોકોએ નોકરી ગુમાવી

ટેક સેક્ટરમાં છટણીનો હાહાકાર : પાંચ મહિનામાં ૧.૧૬ લાખ લોકોએ નોકરી ગુમાવી

Published : 07 June, 2026 10:13 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એકલા મે મહિનામાં ૨૯,૦૦૦ કર્મચારીઓની બાદબાકી: ઉબર, મેટા અને પેપાલ જેવી દિગ્ગજ કંપનીઓએ છટણી કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વૈશ્વિક ટેક્નૉલૉજી ક્ષેત્ર માટે ૨૦૨૬નું વર્ષ અત્યંત પડકારજનક સાબિત થઈ રહ્યું છે. એક નવા અહેવાલ મુજબ ૨૦૨૬ના પ્રથમ પાંચ મહિનામાં જ ટેક સેક્ટરમાં એક લાખથી વધુ કર્મચારીઓની છટણી થઈ ચૂકી છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧,૧૬,૭૩૯ ટેક કર્મચારીઓ નોકરી ગુમાવી ચૂક્યા છે, જ્યારે મે મહિનામાં આશરે ૨૮,૮૮૯ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે મે ૨૦૨૫માં આ સંખ્યા ૧૦,૫૭૭ હતી, જેની સરખામણીએ આ વર્ષે છટણીનો દર બમણાથી પણ વધારે છે. જોકે માર્ચ મહિનો ટેક સેક્ટર માટે સૌથી ખરાબ રહ્યો હતો, 
જેમાં ૪૬,૦૦૦થી વધુ લોકો બેરોજગાર થયા હતા. ઉબર, મેટા, પેપાલ, સિસ્કો અને કૉઇનબેઝ જેવી મોટી કંપનીઓએ ખર્ચ ઘટાડવા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને અપનાવવા માટે મોટા પાયે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:13 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK