Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ફરી ત્રાટક્યા અજ્ઞાન ગનમેન : ટોચનો આતંકવાદી ઠાર

પાકિસ્તાનમાં ફરી ત્રાટક્યા અજ્ઞાન ગનમેન : ટોચનો આતંકવાદી ઠાર

Published : 28 April, 2026 10:07 AM | IST | Khyber Pakhtunkhwa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટનાએ ફરી એક વાર અજ્ઞાત ગનમેન કોણ છે એની ચર્ચા શરૂ કરી છે

આતંકવાદી શેખ યુસુફ આફ્રિદી

આતંકવાદી શેખ યુસુફ આફ્રિદી


પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં અજાણ્યા ગનમેને આતંકવાદી હાફિઝ સઈદના નજીકના સહયોગી અને લશ્કર-એ-તય્યબાના ટોચના આતંકવાદી શેખ યુસુફ આફ્રિદીની ગોળી મારીને હત્યા કરી હતી. અજાણ્યા બંદૂકધારીઓએ વારંવાર આફ્રિદી પર ગોળીબાર કર્યો હતો, જેને કારણે તેને ભાગી જવાનો કે છુપાવાનો કોઈ મોકો જ મળ્યો નહોતો. આ કેસમાં પાકિસ્તાનની સુરક્ષા- એજન્સીઓ તપાસ કરી રહી છે, જ્યારે હજી સુધી કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નથી.

આ ઘટનાએ ફરી એક વાર અજ્ઞાત ગનમેન કોણ છે એની ચર્ચા શરૂ કરી છે. પાકિસ્તાનમાં ખૂંખાર અને ટોચના આતંકવાદીઓને અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીઓ છોડીને મોતને ઘાટ ઉતારે છે. 
શેખ યુસુફ આફ્રિદી લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય હતો અને લશ્કર-એ-તય્યબાના સંગઠનાત્મક માળખામાં મુખ્ય વ્યક્તિ તરીકે ગણવામાં આવતો હતો. તે ટોચનો કમાન્ડર હતો.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 10:07 AM IST | Khyber Pakhtunkhwa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK