Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇમરાન ખાનને જેલમાંથી તાત્કાલિક હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટનો આદેશ

ઇમરાન ખાનને જેલમાંથી તાત્કાલિક હૉસ્પિટલમાં શિફ્ટ કરવાનો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટનો આદેશ

Published : 19 August, 2026 12:25 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંખની રોશની ગુમાવી રહેલા ૭૩ વર્ષીય નેતાની બગડતી તબિયતને લઈને પરિવારની માગણી અદાલતે સ્વીકારી લીધી

ઈમરાન ખાન

ઈમરાન ખાન


પાકિસ્તાનની સુપ્રીમ કૉર્ટે મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી હૉસ્પિટલમાં ખસેડવાનો અત્યંત મહત્ત્વનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પક્ષ અને તેમના પરિવારે ૭૩ વર્ષીય નેતાની કથળતી તબિયત વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ઑગસ્ટ ૨૦૨૩થી જેલમાં બંધ ઇમરાન ખાનની જમણી આંખની દૃષ્ટિ ઝડપથી ઘટી રહી હોવાનો દાવો તેમના વકીલોએ કર્યો હતો.

પક્ષના પ્રવક્તા ઝુલ્ફીકાર બુખારીએ આ નિર્ણયને આવકારીને સ્પષ્ટ જણાવ્યું હતુ કે જો આ આદેશ વહેલો અપાયો હોત તો તેમની તબિયત આટલી બગડી ન હોત. કોર્ટના નિર્દેશ મુજબ ઇમરાન ખાનને ૪૮ કલાકમાં શિફા ઇન્ટરનૅશનલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે અને તેઓ ૧૬ સપ્ટેમ્બર સુધી ત્યાં જ સારવાર હેઠળ રહેશે. 



 


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 12:25 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK