Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલના વિનાશક પૂરમાં જીવના જોખમે ગૅસનાં સિલિન્ડર લૂંટવા લોકોની પડાપડી

નેપાલના વિનાશક પૂરમાં જીવના જોખમે ગૅસનાં સિલિન્ડર લૂંટવા લોકોની પડાપડી

Published : 28 August, 2026 06:58 AM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


નેપાલમાં આવેલા ભયાનક પૂરમાં એક તરફ લોકો પોતાનો જીવ બચાવવા ફાંફાં મારી રહ્યા હતા ત્યારે બીજી તરફ કેટલાક લોકો જીવના જોખમે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડર લૂંટવા માટે જીવને જોખમમાં મૂકતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં આવેલા વિનાશક પૂર બાદ સોશ્યલ મીડિયા પર ચોંકાવનારો વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પૂરના ધસમસતા પ્રવાહમાં લાકડાં, પ્લાસ્ટિક અને અન્ય કાટમાળ સાથે LPGનાં સિલિન્ડર પણ તણાઈ રહ્યાં છે. આ મફતનાં સિલિન્ડર પકડવા માટે કેટલાક પુરુષો અને એક મહિલા જીવલેણ કાદવ અને કીચડવાળા પાણીમાં કૂદી પડ્યાં હતાં.



આસપાસ ઊભેલા લોકો તેમને રોકવાને બદલે પોતાના મોબાઇલમાં વિડિયો ઉતારવામાં અને બૂમો પાડીને તેમને દિશા બતાવવામાં મશગૂલ હતા. આપત્તિના સમયે જીવ બચાવવાને અને માનવતા દાખવવાને બદલે જોવા મળેલી આ લાલચની ભારે ટીકા થઈ રહી છે. ઑનલાઇન યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે જ્યારે લોકો મોત સામે જંગ લડી રહ્યા હોય ત્યારે આવી લૂંટ ચલાવવી એ સૌથી શરમજનક બાબત છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2026 06:58 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK