સંભવિત ખતરાને જોતાં ચીને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સહિતની બચાવટીમોને અલર્ટ કરી દીધી છે
નેપાલના દેવીઘાટ અને ત્રિશૂલી ડૅમ પાસેનાં ગામો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયાં હતાં અને મકાનો પહેલા માળ સુધીના કાદવમાં દટાઈ ગયાં હતાં.
નેપાલમાં આવેલા વિનાશક પૂરની તારાજી હજી શમી નથી ત્યાં જ ચીને વધુ એક જળપ્રલયની ગંભીર ચેતવણી આપી છે. ચીનના જળ સંસાધન વિભાગે ગઈ કાલે જણાવ્યું હતું કે નેપાલમાં ચોછેન ખોલા અને પુરેપુ ત્સાંગપો નદીના સંગમ પાસે એક વિશાળ સરોવર બની ગયું છે જે આગામી ૭૨ કલાકમાં ફાટી શકે છે.
ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝન (CCTV)ના અહેવાલ મુજબ આ સરોવરમાં અંદાજે ૨૦ લાખ ક્યુબિક મીટર પાણી જમા થઈ ગયું છે અને એ છલકાવા લાગ્યું છે. આગામી ૩ દિવસમાં અેમાં વધુ ૩૦ લાખ ક્યુબિક મીટર પાણી ભરાવાની આશંકા છે. જો આ સરોવરની પાળ તૂટશે તો નેપાલ અને તિબેટના સરહદી વિસ્તારોમાં ભયંકર તારાજી સર્જાશે.
ADVERTISEMENT
સંભવિત ખતરાને જોતાં ચીને પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સહિતની બચાવટીમોને અલર્ટ કરી દીધી છે અને પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સિમ્યુલેશન ટેસ્ટ શરૂ કરી છે.
