Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કેમ લોકો ટપોટપ ChatGPTનું સબ્સ્ક્રિપ્શન રદ કરી રહ્યા છે?

કેમ લોકો ટપોટપ ChatGPTનું સબ્સ્ક્રિપ્શન રદ કરી રહ્યા છે?

Published : 14 February, 2026 10:33 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી OpenAIના સ્ક્રીનિંગ ટૂલનો ઉપયોગ કરતી હોવાથી અંગત માહિતીઓ પર ટ્રમ્પ સરકારની ચાંપતી નજર રહે છે એટલે ૧૭,૦૦૦થી વધુ યુઝર્સે આ ટૂલને બાય-બાય કરી દીધું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસન અને અમેરિકાની ટેક જાયન્ટ કંપનીઓ વચ્ચે સંબંધો સારા થઈ રહ્યા હોવાની ચિંતા વચ્ચે ૧૭,૦૦૦ ChatGPT યુઝર્સે તેમનાં સબ્સ્ક્રિપ્શન રદ કરી દીધાં હોવાની જાણકારી મળી રહી છે. OpenAI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ના પ્રમુખ ગ્રેગ બ્રોકમૅન અને તેમનાં પત્નીએ ટ્રમ્પને ટેકો આપતી સુપર પૉલિટિકલ ઍક્શન કમિટી (PAC)ને ૧૨.૫ મિલ્યન ડૉલર (આશરે ૧૧૩ કરોડ રૂપિયા)નું દાન આપ્યું છે. એવું જાણવા મળે છે કે અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી ChatGPT 4 દ્વારા સમર્થિત રિઝ્યુમ સ્ક્રીનિંગ ટૂલનો ઉપયોગ કરે છે. આમ કરવાથી યુઝર્સને એમ લાગી રહ્યું છે કે તેમના પર ટ્રમ્પ પ્રશાસન નજર રાખે છે એટલે યુઝર્સ ChatGPTનાં સબ્સ્ક્રિપ્શન રદ કરાવી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ અને રેડિટ પર ક્વિટ ChatGPT ઝુંબેશ ઝડપથી ગતિ પકડી રહી છે, જ્યાં યુઝર્સ તેમનાં રદ કરાયેલાં સબ્સ્ક્રિપ્શન્સના સ્ક્રીનશૉટ્સ પોસ્ટ કરી રહ્યા છે. સબ્સ્ક્રિપ્શન્સ છોડનારાઓમાં ક્લાઇમેટ ઑર્ગેનાઇઝર્સ, લેબર ઍડ્વોકેટ્સ અને ટેક વર્કર્સનો પણ સમાવેશ થાય છે. આ ઝુંબેશની પ્રેરણા માર્કેટિંગ પ્રોફેસર સ્કૉટ ગેલોવેના એક વિડિયોમાંથી મળી હતી. તેમણે કહ્યું કે સબ્સ્ક્રિપ્શન રદ કરવાથી કંપનીઓને સંદેશ જઈ શકે છે કે જે સરકારી નીતિઓનું જનતા દ્વારા સ્વાગત કરવામાં આવતું નથી એને ટેકો આપવાથી નાણાકીય નુકસાન થશે.



હાલમાં OpenAIએ QuitGPT ઝુંબેશ પર કોઈ કમેન્ટ કરી નથી અને એની અસર શું થશે એ શોધવાનું ત્યારે જ શક્ય બનશે જ્યારે OpenAI અથવા સૅમ ઑલ્ટમૅન આ મુદ્દા પર ધ્યાન આપશે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 10:33 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK