Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > રૂ 10 લાખમાં વર્જિનિટી વેચવા નીકળેલી યુવતી પર ખરીદદારે જ કર્યો બળાત્કાર

રૂ 10 લાખમાં વર્જિનિટી વેચવા નીકળેલી યુવતી પર ખરીદદારે જ કર્યો બળાત્કાર

Published : 04 September, 2015 03:29 AM | IST |

રૂ 10 લાખમાં વર્જિનિટી વેચવા નીકળેલી યુવતી પર ખરીદદારે જ કર્યો બળાત્કાર

રૂ 10 લાખમાં વર્જિનિટી વેચવા નીકળેલી યુવતી પર ખરીદદારે જ કર્યો બળાત્કાર


rape


જોકે અઝરબૈજાન દેશના બાકુ શહેરમાં રહેતી પોતાને ક્રિસ્ટિના તરીકે ઓળખાવતી યુવતીને તેનું વર્જિનિટી વેચવાનું ગતકડું જબ્બર ભારે પડ્યું હતું. ઇન્ટરનેટ પર ઑક્શન કરીને તેણે દસ લાખ રૂપિયામાં પોતાની વર્જિનિટી મિખાઇલ નિસ્ટ્રિયન નામના માણસને વેચી હતી. તેમની વચ્ચે ડીલ ફાઇનલ થઈ હતી અને એના ભાગરૂપે ક્રિસ્ટિના પોતાના દેશમાંથી રશિયાના પેર્મ શહેરમાં આવી હતી. ૨૮ વર્ષના મિખાઇલે યુવતીને પોતાને ત્યાં બોલાવવા માટે ફ્લાઇટના પૈસા તો આપ્યા હતા, પણ એ પછી તે ઘરે આવતાં જ વધારાના પૈસા આપવાની બાબતમાં ફરી ગયો હતો. ક્રિસ્ટિનાને તેણે બંદી બનાવીને રેપ કર્યો હતો અને બળજબરીથી ઇરૉટિક તસવીરો પડાવી હતી. જોકે મિખાઇલના ત્રીજા માળના ઘરની બારીમાંથી દોરડાની મદદથી નીચે ઊતરીને યુવતીએ પોતાના બચાવરૂપે ભાગવાની કોશિશ કરી હતી. કેટલાક લોકોએ તેને દોરડા પરથી ઊતરતી જોઈ પણ હતી. જોકે દોરડા પરથી પડી જવાથી તેને થાપાના જૉઇન્ટમાં ફ્રૅક્ચર થયું હતું અને આખો કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસે મિખાઇલની સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2015 03:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK