Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

અઠવાડિક રાશિ ભવિષ્ય : જાણો શું છે તમારી રાશિમાં ખાસ

Published : 21 June, 2026 06:58 AM | IST | Mumbai
Aparna Bose | aparna.bose@mid-day.com

ક્લિક કરીને વાંચો… શું કહે છે તમારું અઠવાડિક રાશિ ભવિષ્ય

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


જો આ અઠવાડિયે તમારો જન્મદિવસ છે
કોઈ પણ પડકારજનક લોકો અથવા પરિસ્થિતિને સંભાળતી વખતે અડગ રહો, પરંતુ ખાતરી કરો કે તમારી પાસે સાચી માહિતી છે. નાના ફેરફારો વૃદ્ધિ લાવશે અને તમારે ક્યારેક વધારાની ધીરજ રાખવાની જરૂર પડી શકે છે. દૃઢતા આખરે ફળ આપશે. આનંદ માણવાનું અને નાની-નાની બાબતોમાં વ્યસ્ત રહેવાનું ભૂલશો નહીં. જ્યાં સુધી તમને તબીબી કારણોસર જરૂર ન પડે ત્યાં સુધી લાઇફસ્ટાઇલમાં ભારે ફેરફાર કરવાનું ટાળો.

કૅન્સર વિશે બધું જ
ભાવનાત્મક અને વફાદાર કૅન્સર રાશિના જાતકોમાં બીજાઓ સાથે કનેક્ટ થવાની અને તેમના જીવનમાં લોકોના હૃદયને સ્પર્શવાની જન્મજાત ક્ષમતા હોય છે. તેઓ સ્થિરતા અને ખાસ કરીને તેમના ઘરમાં પરિચિતોને પસંદ કરે છે. કૅન્સર રાશિના જાતકો સામાન્ય રીતે સર્જનાત્મક અને કલાત્મક હોય છે, ભલે એ ફક્ત એક શોખ તરીકે હોય. જોકે તેઓ થોડા મૂડી હોઈ શકે છે અને જે વાતાવરણમાં હોય છે એનાથી પ્રભાવિત થઈ શકે છે.



એરીઝ
૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ


કોઈ પણ સ્પર્ધાત્મક પરિસ્થિતિને શાંતિથી હૅન્ડલ કરો અને કોઈ પણ મતભેદને વધારવાનું ટાળો. સંજોગોનો ઉપયોગ તમારા ફાયદા માટે કરો.
હેલ્થ ટિપ : વધુ પડતું તળેલું અને હેવી ભોજન ખાવાનું ટાળો અને જમ્યા પછી તમને કેવું લાગે છે એના પર ધ્યાન આપો. વરિષ્ઠ નાગરિકોએ નિયમિત આરોગ્યની તપાસ કરાવવી જોઈએ.

ટૉરસ
૨૧ એપ્રિલથી ૨૦ મે


જો તમે ઘણી બધી જવાબદારી નિભાવી રહ્યા છો તો તમારા ટાઇમટેબલમાં ફેરફાર કરો. મીટિંગ્સ, વાટાઘાટો અને ઇન્ટરવ્યુ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : સંવેદનશીલ પાચનતંત્ર ધરાવતા લોકોએ તેઓ શું ખાય છે એની ખૂબ કાળજી રાખવી જોઈએ. ખાતરી કરો કે તમે પૂરતું પાણી પીઓ છો.

જેમિની
૨૧ મેથી ૨૧ જૂન

શું મહત્ત્વનું છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને સોશ્યલ મીડિયા જેવી બાબતોથી પોતાને વિચલિત ન થવા દો. જોખમી રોકાણો અને બિનજરૂરી લોન લેવાનું ટાળો.
હેલ્થ ટિપ : જો તમને માઇગ્રેનનો દુખાવો હોય તો ઉશ્કેરણીજનક પરિસ્થિતિ અને માઇગ્રેન વધારે એવો ખોરાક ટાળો. પૅકેજ્ડ જૂસ અને ભારે કૅફીનયુક્ત એનર્જી ડ્રિન્ક્સથી દૂર રહો.

કૅન્સર
૨૨ જૂનથી ૨૩ જુલાઈ

એવી કોઈ પણ પરિસ્થિતિમાંથી પાછા ફરી જાઓ જ્યાં તમને ખબર ન હોય કે શું કરવાનું છે અને એને અલગ દૃષ્ટિકોણથી જુઓ. ભાવનાત્મક નિર્ણયો ન લેવાનો પ્રયાસ કરો.
હેલ્થ ટિપ : ટૂંકા ગાળાના ફેરફારોને બદલે સંપૂર્ણ સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરતી આદતોમાં નાનો ફેરફાર કરો. જો તમે નવું સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરવા માગતા હો તો તમારું રિસર્ચ કરો.

લિયો
૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ

કોઈ પણ નવા વિચારો વ્યવહારુ બને એ પહેલાં એના પર થોડું વધુ કામ કરવાની જરૂર છે. જો તમે નાના સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તો તમારા શોખને આગળ વધારી શકો છે.
હેલ્થ ટિપ : જો તમે તમારી જાતની સંભાળ નહીં રાખો તો કોઈ પણ લાંબી બીમારી વધુ ખરાબ થઈ શકે છે. તમારું એનર્જી-લેવલ અને સામાન્ય તંદુરસ્તી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો.

વર્ગો
૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર

જો તમને જરૂર હોય તો જ તમારા પ્રોફેશનલ નેટવર્કનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરો. પરિવાર અને નજીકના મિત્રો સાથે ઝઘડામાં ન પડવાનો પ્રયાસ કરો.
હેલ્થ ટિપ : જેમને કોઈ જૂની બીમારી હોય તેમણે પોતાની વધુ કાળજી લેવાની જરૂર છે. તમારી પીઠ અને કરોડરજ્જુનું ખૂબ ધ્યાન રાખો, કારણ કે તમે તમારી જાતને ઈજા પહોંચાડી શકો છો.

લિબ્રા
૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર

જટિલ પ્રોજેક્ટ પર કામ કરતી વખતે તમારી પાસે રહેલાં બધાં સંસાધનોનો ઉપયોગ કરો. સિંગલ લોકો ડેટ કરવાની ઇચ્છા નથી રાખતા. તેઓ હાલમાં સિંગલ લાઇફ પસંદ કરે એવું લાગે છે. 
હેલ્થ ટિપ : ટેવો અથવા દિનચર્યામાં થોડો ફેરફાર તમને સમય જતાં પરિણામો આપશે. ચોક્કસ રીતે જોવાને બદલે સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો.

સ્કૉર્પિયો
૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર

ભાવનાત્મક નિર્ણયો લેવાને બદલે વ્યવહારુ નિર્ણયો લો અને લાંબા ગાળાનાં પરિણામો પર ધ્યાન આપો. તમે જેના પર વિશ્વાસ કરો છો તેની સલાહ અમૂલ્ય રહેશે.
હેલ્થ ટિપ : કોઈ પણ હૉર્મોનલ સમસ્યાને અવગણશો નહીં, ભલે એ નાની હોય. જેમને ખાંસી અને શરદી થવાની સંભાવના છે તેમણે પોતાની જાતની થોડી વધારાની કાળજી લેવાની જરૂર છે.

સૅજિટેરિયસ
૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર

ઉદ્દેશપૂર્ણ રીતે યોગ્ય પસંદગી કરો અને સરળ રસ્તો અપનાવવામાં હાર ન માનો. બિનજરૂરી વસ્તુઓ પર તમે તમારા પૈસા કેવી રીતે ખર્ચો છો એનું ધ્યાન રાખો.
હેલ્થ ટિપ : જો તમે કોઈ પણ વિટામિન અથવા સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરવા માગતા હો તો પહેલાં બ્લડ-ટેસ્ટ કરાવો. વરિષ્ઠ લોકોએ ખાતરી કરવી જોઈએ કે તેમને પૂરતી શાંત ઊંઘ મળે.

કૅપ્રિકોર્ન
૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી

બિનજરૂરી જટિલ પરિસ્થિતિમાંથી બહાર નીકળો અને એને શ્રેષ્ઠ રીતે હૅન્ડલ કરવાની યોજના બનાવો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો, કારણ કે તમને અકસ્માત થઈ શકે છે.
હેલ્થ ટિપ : તમને કોઈ પણ ખોરાકની ઍલર્જી હોય તો ધ્યાન આપો અને જો ઍલર્જી ખૂબ તીવ્ર હોય તો નિષ્ણાતની સલાહ લો. લાઇફસ્ટાઇલના નિર્ણયો કાળજીપૂર્વક લો.

ઍક્વેરિયસ
૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી

શું કરવાની જરૂર છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી જાતને વિચલિત થવા દો નહીં. રોકાણ અને કરાર પર હસ્તાક્ષર કરવા માટે આ અનુકૂળ સમય છે.
હેલ્થ ટિપ : જેઓ બાળકને ગર્ભ ધારણ કરવા માગે છે તેમના માટે આ સકારાત્મક સમય છે. જો તમને લિવરની સમસ્યા નાની હોય તો પણ થોડી વધારાની કાળજી લો.

પાઇસિસ
૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ

ભૂતકાળની કોઈ પરિસ્થિતિ પાછી આવે તો ધ્યાન આપો, ભલે એ હવે થોડી અલગ હોય. ક્રીએટિવ પ્રોજેક્ટ્સ માટે આ એક સકારાત્મક સમય છે.
હેલ્થ ટિપ : ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરવાથી મોટો ફરક પડશે. જેમને ખાંસી થવાની સંભાવના હોય છે તેમણે પોતાની જાતની થોડી વધારે કાળજી લેવાની જરૂર છે.

Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 06:58 AM IST | Mumbai | Aparna Bose

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK