Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીના લોકપ્રિય પણ ગેરકાયદે શાવરમા સેન્ટર પર બુલડોઝર

ભિવંડીના લોકપ્રિય પણ ગેરકાયદે શાવરમા સેન્ટર પર બુલડોઝર

Published : 21 June, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફૂડ-પૉઇઝનિંગને કારણે ૧૧૦ જણને હૉસ્પિટલ ભેગા કરનારા ફૂડ-જૉઇન્ટ પર ઍક્શન લેવાઈ

ફૂડ-પૉઇઝનિંગ થવાથી હૉસ્પિટલમાં દાખલ પેશન્ટ્સ અને પ્રશાસને બુલડોઝર ઍક્શન લઈને ફૂડ-આઉટલેટ ધ્વસ્ત કર્યું.

ફૂડ-પૉઇઝનિંગ થવાથી હૉસ્પિટલમાં દાખલ પેશન્ટ્સ અને પ્રશાસને બુલડોઝર ઍક્શન લઈને ફૂડ-આઉટલેટ ધ્વસ્ત કર્યું.


ભિવંડીના ખાંડુપાડામાં આવેલા ફેમસ શાવરમા સેન્ટરમાં ચિકન શાવરમા અને પીત્ઝા ખાધા પછી લગભગ ૧૧૦ લોકોને ફૂડ-પૉઇઝનિંગ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પહેલાં ૭૩ જણને અહીં ફૂડ-આઇટમ્સ આરોગ્યા બાદ ફૂડ-પૉઇઝનિંગની અસર થઈ હતી, પરંતુ પછીથી આ આંકડો વધીને ૧૧૦ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પ્રશાસને પણ આ વાતની ગંભીર નોંધ લઈ ફૂડ-આઉટલેટ પર કાર્યવાહી કરી હતી અને બુલડોઝર ઍક્શન લઈ એને તોડી પાડ્યું હતું. તપાસ દરમ્યાન આ ફૂડ-આઉટલેટ ગેરકાયદે હોવાનું જણાયું હતું. આ સિવાય આસપાસનાં ગેરકાયદે બાંધકામો પર પણ કાર્યવાહી કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA), પોલીસ અને હેલ્થ ડિપાર્ટમેન્ટે મળીને આ કાર્યવાહી કરી હતી. 

માર્ચમાં જ લાઇસન્સ પતી ગયું હતું; સૉસ, ચટનીનાં લેવાયાં સૅમ્પલ 
તપાસ દરમ્યાન જણાયું હતું કે ‘આ ફૂડ-સેન્ટરનું લાઇસન્સ ૨૬ માર્ચ ૨૦૨૬માં જ પતી ગયું હતું અને બિઝનેસ ગેરકાયદે ચાલી રહ્યો હતો. તપાસ માટે પ્રશાસને શેઝવાન ચટની, ટમેટો સૉસ, મેયોનિઝ બધાનાં જ સેમ્પલ લીધાં છે જેની તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે.



ફાલૂદાના કારણે થયો ફાલૂદો
પોલીસે આપેલી માહિતી મુજબ લોકોએ અહીં ફાલૂદો, ચિકન શાવરમા અને પીત્ઝા ખાધાં હતાં. આ બધી જ ફૂડ-આઇટમ્સમાં કંઈક વાંધો હતો જેના કારણે ફૂડ-પૉઇઝનિંગનો બનાવ બન્યો હતો જેને પગલે તાત્કાલિક ધોરણે સ્ટૉપ બિઝનેસ નોટિસ મોકલાવીને કાર્યવાહી કરાઈ હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK