Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલી રેલવે-પોલીસના ઑફિસરની ત્વરિત સતર્કતાને કારણે વૃદ્ધનો જીવ બચ્યો

ડોમ્બિવલી રેલવે-પોલીસના ઑફિસરની ત્વરિત સતર્કતાને કારણે વૃદ્ધનો જીવ બચ્યો

Published : 21 June, 2026 07:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકેએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તેમને પકડીને બહાર ખેંચી લીધા હતા

પંડિત રામદેવ વાઘ (ડાબે) અને ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકે. 

પંડિત રામદેવ વાઘ (ડાબે) અને ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકે. 


બુધવારે રાતે આશરે સાડાઆઠ વાગ્યે ડોમ્બિવલી રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર આવેલી કલ્યાણ જઈ રહેલી ચાલતી લોકલ ટ્રેન પકડતી વખતે ૭૦ વર્ષના પંડિત રામદેવ વાઘનો અચાનક પગ લપસી ગયો હતો. પગ લપસવાને કારણે તેમનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને તેઓ ચાલુ ટ્રેન સાથે ઘસાતાં-ઘસાતાં લોકલ ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેના ગૅપમાં જવા લાગ્યા હતા. એ સમયે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા ડોમ્બિવલી ગવર્નમેન્ટ રેલવે-પોલીસના ઑફિસર અનિલ શેળકેએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તેમને પકડીને બહાર ખેંચી લીધા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. પ્રવાસીને કોઈ ઈજા થઈ નહોતી અને હેમખેમ બચી ગયા હતા. પોતાનો જીવ બચાવવા બદલ તેમણે રેલવે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK