અમેરિકામાં તેમની સામેનો ૨૫૩૪ કરોડ રૂપિયાના ફ્રૉડનો કેસ પાછો લેવાશે
ગૌતમ અદાણી
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ અમેરિકાનો જસ્ટિસ ડિપાર્ટમેન્ટ ભારતીય બિઝનેસમૅન ગૌતમ અદાણી સામેના ક્રિમિનલ ફ્રૉડ અને ભ્રષ્ટાચારના આરોપો હટાવી દેશે. આ કેસ ભારતમાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટ સાથે ૨૬૫૬ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૨૫૩૪ કરોડ રૂપિયાની કરપ્શન સ્કીમ સાથે સંકળાયેલો છે. એક વર્ષથી વધુ સમયથી ન્યુ યૉર્કમાં અમેરિકન પ્રોસિક્યુટરે તેમના પર ભારતમાં સૌથી મોટા સોલર પાવર પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કરપ્શન નેટવર્ક ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે ગઈ કાલે અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ગૌતમ અદાણી પરના કેસ પાછા ખેંચાઈ શકે એવા સંકેત આપ્યા હતા.
