FIAના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે આને કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ઘણા લોકો કહે છે કે પાકિસ્તાને દુનિયાને આતંકવાદ સિવાય બીજું કંઈ નથી આપ્યું. જોકે પાકિસ્તાન આરબ દેશોને ભિખારીઓ પણ ખૂબ આપી ચૂક્યું છે. જોકે હવે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના આ ધંધાનું શટર પણ ડાઉન કરવાનું નક્કી કર્યું છે. માત્ર સાઉદી અરેબિયામાં જ ભીખ માગવાના આરોપસર પકડાયેલા ૫૬,૦૦૦થી વધુ પાકિસ્તાનીઓને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જ્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સે તો પાકિસ્તાની નાગરિકોને વીઝા આપવા પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. ભીખ માગવાના કામને કારણે તેમ જ વધી રહેલી ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ એમિરેટ્સે પાકિસ્તાની નાગરિકો પર કડક ચાંપતી નજર રાખવાનું શરૂ કરી દીધું છે. સંગઠિત ધોરણે ભીખ માગતી ગૅન્ગને ખતમ કરવાને લીધે અને ગેરકાનૂની ટૂરિઝમને રોકવા માટેનાં પગલાં લેવાને કારણે હજારો પાકિસ્તાનીઓ આ બે દેશમાંથી ડિપોર્ટ થયા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ના રિપોર્ટ મુજબ ૫૬,૧૫૪ મુસાફરોને ડિપૉર્ટ કરવામાં આવ્યા છે. FIAના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે આને કારણે પાકિસ્તાનની પ્રતિષ્ઠાને બહુ નુકસાન પહોંચ્યું છે.


