Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સાઉદી અરામકોએ ક્રૂડ-ઑઇલના ભાવમાં ૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો કર્યો, ભારતને સીધો ફાયદો થશે

સાઉદી અરામકોએ ક્રૂડ-ઑઇલના ભાવમાં ૬ વર્ષનો સૌથી મોટો ઘટાડો કર્યો, ભારતને સીધો ફાયદો થશે

Published : 07 October, 2026 03:00 PM | IST | Saudi Arabia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે ભારતને મળનારો વાસ્તવિક લાભ ક્રૂડની અંતિમ લૅન્ડેડ-કૉસ્ટ પર આધાર રાખશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિશ્વની સૌથી મોટી ઑઇલ-નિકાસકાર કંપની સાઉદી અરામકોએ એશિયાના દેશો-વેપારીઓ માટે નવેમ્બરમાં ‘આરબ લાઇટ’ ક્રૂડ-ઑઇલના ભાવમાં ૬ વર્ષનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. અરામકો એશિયન ગ્રાહકોને 
ઓમાન-દુબઈ બેન્ચમાર્ક કરતાં બૅરલદીઠ ૪૮૦ રૂપિયા (પાંચ ડૉલર) ઓછા ભાવે ક્રૂડ વેચશે જે ડિસ્કાઉન્ટ ઑક્ટોબરમાં ૧૯૨ રૂપિયા (બે ડૉલર) હતું. ભારે ગ્રેડના ક્રૂડમાં પણ બૅરલદીઠ ૪૮૦ રૂપિયા (પાંચ ડૉલર)નો ઘટાડો કરાયો છે.
વિશ્વના સૌથી મોટા ક્રૂડ-આયાતકાર દેશોમાં સામેલ ભારતને આ નિર્ણયથી બે મોટા ફાયદા થશે. પ્રથમ, વેચાણભાવ ઘટવાથી ભારતીય રિફાઇનરીઓને સાઉદીનું ક્રૂડ-ઑઇલ સસ્તું મળશે. બીજું, એશિયાના માર્કેટમાં અમેરિકા, રશિયા અને ઇરાક સામે માર્કેટ-શૅર બચાવવા સાઉદી સ્પર્ધામાં ઊતર્યું હોવાથી ભારતીય રિફાઇનરીઓ રશિયા અને ઇરાક જેવા અન્ય સપ્લાયરો સાથે વધુ સારી શરતોએ ભાવતાલ કરી શકશે. જોકે ભારતને મળનારો વાસ્તવિક લાભ ક્રૂડની અંતિમ લૅન્ડેડ-કૉસ્ટ પર આધાર રાખશે.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2026 03:00 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK