Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ચીન પછી પાકિસ્તાનમાં પણ સોશિયલ મીડિયા પર બૅન, સરકાર વિરોધી પોસ્ટ હવે થશે ડિલીટ

ચીન પછી પાકિસ્તાનમાં પણ સોશિયલ મીડિયા પર બૅન, સરકાર વિરોધી પોસ્ટ હવે થશે ડિલીટ

Published : 17 June, 2024 06:33 PM | IST | Lahore
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Social Media Ban in Pakistan: પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકાયેલા પ્રતિબંધના કારણે ત્યાંનો યુઝરબેસ 4.5 મિલિયનથી ઘટીને 2.4 મિલિયન થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - DALL-E)


ચીનની જેમ હવે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (Social Media Ban in Pakistan) પણ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરી રહ્યું છે. પાકિસ્તાનના આ નિર્ણયને લીધે ત્યાંના લોકોના ઈન્ટરનેટ વપરાશ અને ઉપયોગ પર મોટી નિયમિતતા આવવાની છે. પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ, યુટ્યુબ અને X (પૂર્વે ટ્વીટર) જેવા અનેક બીજ પ્લેટફોર્મ પર આંશિક રીતે પ્રતિબંધ મૂકવામાં આવતા લોકોના વપરાશ પર પણ નિયંત્રણ મૂકવામાં આવવાનો છે. તમને જણાવી દઈએ કે, જેમ ચીન દ્વારા પોતાના દેશમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તે જ દિશામાં હવે પાકિસ્તાન પણ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે.


એક અહેવાલ મજબ પાકિસ્તાન સરકાર દ્વારા સરકાર સામે થઈ રહેલા વિરોધ અને તમામ પ્રકારના વિરોધી અવાજને દબાવવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા (Social Media Ban in Pakistan)પર પ્રતિબંધ મૂકવાનની યોજના બનાવવામાં આવી રહી છે. એનો અર્થ એવો છે કે પાકિસ્તાનમાંથી સોશિયલ મીડિયા પર તે જ પોસ્ટ થશે જે ત્યાંની સરકાર દ્વારા મંજૂર કરવામાં આવશે. આ જ રણનીતિ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 2024ની શરૂઆતમાં તાત્કાલિક રીતે બ્લોક મૂકવામાં આવ્યો હતો. તેમ જ યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની પાકિસ્તાન સરકાર દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. આવા સમયે પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝર્સની મુશ્કેલીમાં વધારો આવ્યો છે.



પાકિસ્તાન દ્વારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકારનું કંટ્રોલ (Social Media Ban in Pakistan)રહે તે માટે ડીપ પોકેટ ઇન્સ્પેક્શન એટલે કે DPI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવવાનો છે. આ ડીપીઆઇ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઍપ્સના ડેટા પેકેટની તપાસ કરવામાં આવશે. તેમાં ઍપની દરેક પ્રકારની માહિતી સરકાર પાસે આવશે અને તે બાદ તેની તપાસ શરૂ કરાશે.


ઍપના ડેટાની તપાસ કરીનેસિસ્ટમમાં કીવર્ડની ઓળખ કરવામાં આવે છે. જો સરકારના વિરોધમાં સોશિયલ મીડિયા પર કોઈ પણ કીવર્ડનો ઉપયોગ કર્યો હશે તો યુઝરે કરેલી પોસ્ટને દેશ અને આખી દુનિયાના સોશિયલ મીડિયા સાઇટ પીઆર બ્લોક કરી દેવામાં આવશે. આ કીવર્ડમાં સરકાર દ્વારા ધર્મની નિંદા, સાયરર્કર વિરુદ્ધ હેટ સ્પીચ અને સરકાર વિરોધી કીવર્ડને વગેરેનો સામાવેશ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન તરફથી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPNs ને નિયમિત કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈપણ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્રતિબંધને બાઇપાસ ન કરી શકે.

પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મૂકાયેલા (Social Media Ban in Pakistan)પ્રતિબંધના કારણે ત્યાંનો યુઝરબેસ 4.5 મિલિયનથી ઘટીને 2.4 મિલિયન થઈ ગયો છે. તદ્દઉપરાંત, સરકાર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પરના કન્ટેન્ટને બ્લોક કરવા પર કંપની પર દબાણ પણ કરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 06:33 PM IST | Lahore | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK