ચાર દિવસ પહેલાં પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં ઍરસ્ટ્રાઇક કરી હતી
ગઈ કાલે રાતે અફઘાનિસ્તાનની સીમા પરથી આકાશમાં થતા ચમકારા અને સૈનિકોની ગતિવિધિઓ.
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરીથી તનાવ વધી ગયો છે. પાંચ દિવસ પહેલાં પાકિસ્તાને આતંકવાદી ગતિવિધિઓ પરના હુમલાના નામે અફઘાનિસ્તાનના રહેણાક વિસ્તારમાં ઍરસ્ટ્રાઇક કરી હતી. આ ઘટનાની પ્રતિક્રિયારૂપે અફઘાનિસ્તાને પાકિસ્તાની સેનાની ૧૫ ચોકીઓ પર કબજો કરી લીધો હતો. TOLO ન્યુઝના રિપોર્ટ મુજબ નાંગરહાર, નૂરિસ્તાન, કુનાર, ખોસ્ત, પક્તિયા જેવા સરહદી વિસ્તારોમાં બન્ને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે પાકિસ્તાનના હવાઈ હુમલાઓને સૈન્ય હુમલા દ્વારા જવાબ આપ્યો છે.
