Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં ફરી આતંકવાદી હુમલો, કાર પર ગોળીબાર થતાં 50 મોત અને 20 ગંભીર જખમી

પાકિસ્તાનમાં ફરી આતંકવાદી હુમલો, કાર પર ગોળીબાર થતાં 50 મોત અને 20 ગંભીર જખમી

Published : 21 November, 2024 08:48 PM | Modified : 21 November, 2024 08:55 PM | IST | Islamabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Terror Attack in Pakistan: ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાકિસ્તાનમાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે. જોકે તે પહેલા જ અહીં એક પછી એક આતંકવાદી હુમલોઓની ઘટના સામે આવતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


પાકિસ્તાનમાં ફરી એક મોટો આતંકવાદી હુમલો થયો હોવાની ઘટના બની છે. પાડોશી દેશના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં કેટલાક આતંકવાદીઓએ એક પેસેન્જર વાહનો પર હુમલો (Terror Attack in Pakistan) કરીને 38 લોકોની હત્યા કરી નાખી છે. પ્રાંતીય મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુરૂવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના એક આદિવાસી વિસ્તારમાં બંદૂકધારી આતંકવાદીઓ (Terror Attack in Pakistan) દ્વારા પેસેન્જર વાહનો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા અને 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ આતંકવાદી હુમલા અંગે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોથી ભરેલા ત્રણ વાહનો પારાચિનારથી ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવર તરફ આવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં અચાનક વાહનમાં બેઠેલા લોકો પર આતંકવાદીઓએ હુમલો કરીને તેમના પર અંધાધૂંધ ગોળીબાર કારવાનું શરૂ કર્યું હતું.


ત્યાંની એક ન્યૂઝ એજન્સએ આપેલી માહિતી મુજબ, KPKના કુર્રમ આદિવાસી વિસ્તારમાં આ હુમલામાં છ મહિલાઓ અને ત્રણ બાળકો સહિત 50 લોકો માર્યા ગયા (Terror Attack in Pakistan) હતા અને 20 લોકો ઘાયલ થયા. અસલમ ચૌધરીએ (Terror Attack in Pakistan) કહ્યું કે આ ઘટના દરમિયાન ઘણા લોકો વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા, ઘાયલ થયેલા 20 લોકોની હાલત ખૂબ જ ગંભીર છે જેને કારણે આ મૃત્યુઆંક હજુ વધી શકે છે.



અફઘાનિસ્તાનની સરહદે આવેલા આ આદિવાસી (Terror Attack in Pakistan) વિસ્તારોમાં જમીન વિવાદને લઈને શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે અનેક દાયકાઓથી તણાવ ચાલી રહ્યો છે. જોકે હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે આ ઘટનાની જવાબદારી લીધી નથી. પ્રાંતના મુખ્ય પ્રધાન અલી અમીન (Terror Attack in Pakistan) ખાન ગાંડાપુરે હુમલાની સખત નિંદા કરી અને પ્રાંતના કાયદા પ્રધાન, વિસ્તારના સાંસદો અને મુખ્ય સચિવના એક પ્રતિનિધિમંડળને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને અહેવાલ સુપરત કરવા તાત્કાલિક કુર્રમની મુલાકાત લેવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું, "નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવું અત્યંત દુઃખદ અને નિંદનીય છે. આ ઘટનામાં સામેલ લોકો કાયદાની પકડમાંથી બચી શકશે નહીં."


સ્થાનિક રહેવાસી ઝિયારત હુસૈને ટેલિફોન (Terror Attack in Pakistan) દ્વારા જણાવ્યું હતું કે આતંકવાદીઓએ પેસેન્જર વાહનોના બે જૂથોને નિશાન બનાવ્યા હતા. એક જૂથ પેશાવરથી પારાચિનાર જઈ રહ્યું હતું ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઝિયારતે જણાવ્યું કે તેના સંબંધીઓ પણ આ જ કાફલા સાથે હતા. પાકિસ્તાનના (Terror Attack in Pakistan) રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પાકિસ્તાનમાં મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાવાની છે. જોકે તે પહેલા જ અહીં એક પછી એક આતંકવાદી હુમલોઓની ઘટના સામે આવતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે પણ પાકિસ્તાનમાં સેનાની પોસ્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 12 સૈનિકો અને છ આતંકવાદીઓનું મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2024 08:55 PM IST | Islamabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK