વીજળીના કડાકા અને પાણીના પ્રવાહમાં વહી ગયેલી ગાડીઓ પણ તણાઈને વૃક્ષોના સહારે ક્યાંય દૂર જઈને કાટમાળ થઈને પડી હતી.
ટેક્સસના તબાહીનાં દૃશ્યો રૂંવાડાં ખડાં કરી દે એવાં
૪ જુલાઈએ અમેરિકાના ટેક્સસની ગ્વાડાલૂપ નદીમાં અચાનક આવેલા પૂરમાં કિનારા પાસે આવેલી કૅમ્પિંગ સાઇટ્સ ક્ષણવારમાં તણાઈ ગઈ હતી. નજીકના કૅમ્પમાં મજા કરી રહેલી ૨૭ છોકરીઓ અને સ્ટાફ સાથે કુલ ૧૦૭થી વધુ લોકો આ થોડીક વારના જળપ્રલયમાં તણાઈ ગયા હતા. વીજળીના કડાકા અને પાણીના પ્રવાહમાં વહી ગયેલી ગાડીઓ પણ તણાઈને વૃક્ષોના સહારે ક્યાંય દૂર જઈને કાટમાળ થઈને પડી હતી.

