આ વિડિયો જોઈને એક નેટિઝને કમેન્ટ કરી હતી કે એ જ સમયે માથું હલાવવું એ તો મિરૅકલ કહેવાય.
ડોનલ્ડ ટ્રમ્પ
શનિવારે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પર પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલાનો એક નવો ક્લોઝઅપ વિડિયો બહાર આવ્યો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે થોમસ ક્રુકે ટ્રમ્પના કપાળ પર બરાબર નિશાન તાક્યું હતું, પણ તેમણે એ સમયે પોતાનું માથું નમાવ્યું હોવાથી એ ગોળી તેમના કપાળને બદલે કાનને વીંધીને નીકળી ગઈ હતી. આ વિડિયો જોઈને એક નેટિઝને કમેન્ટ કરી હતી કે એ જ સમયે માથું હલાવવું એ તો મિરૅકલ કહેવાય.

