Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બેન્જામિન નેતન્યાહુનો દાવો: ઇઝરાયલી હુમલામાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકનું મોત

બેન્જામિન નેતન્યાહુનો દાવો: ઇઝરાયલી હુમલામાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકનું મોત

Published : 14 March, 2026 12:18 PM | IST | Jerusalem
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક પત્રકાર-પરિષદમાં બોલતાં ઇઝરાયલી વડા પ્રધાને પુષ્ટિ આપી હતી કે હુમલા દરમ્યાન માર્યા ગયેલા લોકોમાં ઘણા અગ્રણી વૈજ્ઞાનિકો પણ હતા

બેન્જામિન નેતન્યાહુ

બેન્જામિન નેતન્યાહુ


ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે ઇઝરાયલે ઈરાનના પરમાણુ પ્રોજેક્ટને નિશાન બનાવ્યો હતો, જેમાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકનું મૃત્યુ થયું હતું.

એક પત્રકાર-પરિષદમાં બોલતાં ઇઝરાયલી વડા પ્રધાને પુષ્ટિ આપી હતી કે હુમલા દરમ્યાન માર્યા ગયેલા લોકોમાં ઘણા અગ્રણી વૈજ્ઞાનિકો પણ હતા. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ‘વેસ્ટ એશિયા યુદ્ધના ૧૪મા દિવસે ઇઝરાયલી હુમલામાં ટોચના ઈરાની પરમાણુ વૈજ્ઞાનિકોનાં મૃત્યુ થયાં છે. અમે પરમાણુ પ્રોજેક્ટને નિશાન બનાવ્યો હતો જેમાં વરિષ્ઠ ઈરાની વૈજ્ઞાનિકો પર જીવલેણ હુમલો પણ સામેલ છે. તેઓ જ હતા જેમણે અમને નષ્ટ કરવાના હેતુથી પરમાણુ બૉમ્બના વિકાસનું નેતૃત્વ કર્યું હતું. તેઓ હવે રહ્યા નથી.’ 


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2026 12:18 PM IST | Jerusalem | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK