Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પનો મોટો નિર્ણય: ગલ્ફ ઑફ મેક્સિકો હવે ઓળખાશે ગલ્ફ ઑફ અમેરિકા તરીકે

ટ્રમ્પનો મોટો નિર્ણય: ગલ્ફ ઑફ મેક્સિકો હવે ઓળખાશે ગલ્ફ ઑફ અમેરિકા તરીકે

Published : 14 April, 2026 10:45 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના પ્રેસિડન્ટે આ નિર્ણય જાહેર કરવાની સાથે રમૂજ પણ કરી કે મારી ઇચ્છા તો એનું નામ ગલ્ફ ઑફ ટ્રમ્પ કરવાની હતી

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયની જાહેરાત કરતાં ‘ગલ્ફ ઑફ મેક્સિકો’નું સત્તાવાર નામ બદલીને ‘ગલ્ફ ઑફ અમેરિકા’ કરી દીધું છે. રાષ્ટ્રપતિના આ આદેશના ગણતરીના કલાકોમાં જ ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર એની અસર જોવા મળી છે જેમાં ગૂગલ મૅપ્સે પણ અમેરિકાના યુઝર્સ માટે આ નવું નામ અપડેટ કરી દીધું છે.

આ ઐતિહાસિક ફેરફાર પાછળનું કારણ જણાવતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના આગવા અંદાજમાં એક રસપ્રદ ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘હું આ જળક્ષેત્રનું નામ મારા નામ પરથી ‘ગલ્ફ ઑફ ટ્રમ્પ’ રાખવા વિશે પણ ગંભીરતાથી વિચારી રહ્યો હતો, પણ લોકમત અને લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને મેં આ વિચાર પડતો મૂક્યો.’



ટ્રમ્પે રમૂજી લહેકામાં ઉમેર્યું હતું કે મેં વિચાર્યું હતું કે એનું નામ ‘ગલ્ફ ઑફ ટ્રમ્પ’ રાખું, પરંતુ પછી મને લાગ્યું કે કદાચ આ નામ લોકોને ગમશે નહીં એટલે અંતે મેં ‘ગલ્ફ ઑફ અમેરિકા’ નામ પર પસંદગી ઉતારી હતી.


અમેરિકા ફર્સ્ટની નીતિ

નિષ્ણાતો આ આક્રમક નિર્ણયને ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિના એક ભાગ તરીકે જોઈ રહ્યા છે. વર્ષોથી ભૌગોલિક નકશા પર જે વિસ્તાર ‘ગલ્ફ ઑફ મેક્સિકો’ તરીકે ઓળખાતો હતો એ હવે સત્તાવાર રીતે અમેરિકાની ઓળખ સાથે જોડાશે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સોશ્યલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ સમર્થકો એને રાષ્ટ્રવાદ અને અમેરિકી પ્રભુત્વના પ્રતીક તરીકે વધાવી રહ્યા છે તો બીજી તરફ ટીકાકારો એને ભૌગોલિક ઓળખ સાથેની છેડછાડ ગણાવી રહ્યા છે. હાલમાં આ નવું નામ ડિજિટલ નકશાઓમાં દેખાવાનું શરૂ થઈ ગયું છે, જે આગામી સમયમાં શૈક્ષણિક અને વહીવટી દસ્તાવેજોમાં પણ સ્થાન પામશે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 10:45 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK