Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોસ્ટલ રોડ અને BKCમાં ૬ વર્ષમાં ૪ નવાં હેલિપૅડ બનશે

કોસ્ટલ રોડ અને BKCમાં ૬ વર્ષમાં ૪ નવાં હેલિપૅડ બનશે

Published : 14 April, 2026 07:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ ઇમર્જન્સી અને કુદરતી આપત્તિ વખતે ઇવૅક્યુએશન માટે આ હેલિપૅડનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઍર ઍમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી ઇવૅક્યુએશન થઈ શકે એ માટે મુંબઈમાં આવતાં ૬ વર્ષમાં ૪ નવાં હેલિપૅડ બનાવવામાં આવશે.

BMC અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે જેમાં મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત બે હેલિપૅડ બનાવવામાં આવશે. એક સાઉથ મુંબઈના વરલી ખાતે અને બીજું કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં બનાવવાનું આયોજન છે જ્યારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માં બે હેલિપૅડ બનાવવામાં આવશે, એના માટે ટેન્ડર-પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.



આ હેલિપૅડ માટે દરિયાકાંઠાના વિસ્તારોની પસંદગી ખૂબ જ વિચારપૂર્વક કરવામાં આવી છે. દરિયાઈ માર્ગે હેલિકૉપ્ટરના આવાગમનમાં ઊંચાં બિલ્ડિંગ્સ નડશે નહીં અને કટોકટીના સમયે ઑપરેશન વધુ સરળ અને ઝડપી બનશે. વરલી ખાતેના હેલિપૅડના નિર્માણનો કૉન્ટ્રૅક્ટ રેમન્ડ ગ્રુપને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મૉડલ હેઠળ વિકસાવવામાં આવશે. પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરો બાંધકામ અને જાળવણીનો ખર્ચ ઉઠાવશે, જ્યારે એનાથી થતી આવક મહાનગરપાલિકા અને કૉન્ટ્રૅક્ટર વચ્ચે વહેંચવામાં આવશે. આ હેલિપૅડ કમર્શિયલ યુઝને બદલે મેડિકલ ઇમર્જન્સી અને કુદરતી આપત્તિઓ વખતે લોકોને બચાવવા માટે વાપરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK