અમેરિકાના ઇડાહો રાજ્યમાં માઉન્ટન હોમ ઍરફોર્સ બેઝ ખાતે ગનફાઇટર સ્કાય્ઝ ઍર-શો દરમ્યાન અમેરિકન નેવીનાં બે EA-18G ગ્રોલર ફાઇટર જેટ હવામાં અથડાયાં હતાં
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમેરિકાના ઇડાહો રાજ્યમાં માઉન્ટન હોમ ઍરફોર્સ બેઝ ખાતે ગનફાઇટર સ્કાય્ઝ ઍર-શો દરમ્યાન અમેરિકન નેવીનાં બે EA-18G ગ્રોલર ફાઇટર જેટ હવામાં અથડાયાં હતાં. જોકે ફાઇટર જેટની ટક્કર થાય એ પહેલાં એને ચલાવી રહેલા ચારેય ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. તેમને કોઈ ઈજા થઈ નથી અને તેમની તબિયત સારી છે. ફાઇટર જેટ હવામાં અથડાયા બાદ વિસ્ફોટ થયો હતો. આ ઘટનાના એક વિડિયોમાં જેટ હવામાં અથડાતાં અને જમીન પર પડ્યા પછી વિસ્ફોટ થતો જોવા મળે છે. વિડિયોમાં દેખાય છે કે ચારેય ક્રૂ મેમ્બરો ફાઇટર જેટમાંથી ઇજેક્ટ કરી રહ્યા છે અને તેમનાં પૅરૅશૂટ નીચે આવી રહ્યાં છે.
