Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સર, તમે મને પૈસા નથી આપતા એટલે હું કામ છોડીને જઈ રહ્યો છું

સર, તમે મને પૈસા નથી આપતા એટલે હું કામ છોડીને જઈ રહ્યો છું

Published : 19 May, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવો મેસેજ કરીને વૉચમૅને બીજા બે વૉચમેન સાથે મળીને કારખાનામાંથી ૫.૨૮ કરોડ રૂપિયાની સોનાની બંગડીઓ તફડાવી : CCTV કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કાંદિવલી-વેસ્ટના ચારકોપમાં હિન્દુસ્તાન નાકા નજીક આવેલા જ્વેલરી મૅન્યુફૅક્ચરિંગ યુનિટમાં કામ કરતા ૩ સિક્યૉરિટી ગાર્ડ્‌સ ભેગા મળીને ૫,૨૮,૪૪,૪૮૬ રૂપિયાનું બાવીસ કૅરૅટ સોનાની બંગડીઓ ભરેલું બૉક્સ તડફાવીને નાસી ગયા હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. આ મામલે કંપનીના ૬૩ વર્ષના માલિકની ફરિયાદના આધારે ચારકોપ પોલીસે રવિવારે આંતરરાજ્ય ટોળકીની શોધખોળ શરૂ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. ફરિયાદીએ ગાર્ડ્‌સનું પોલીસ-વેરિફિકેશન કરાવ્યું હતું કે કેમ એની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

ચારકોપ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ચૌહાણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી છેલ્લાં ૪૫ વર્ષથી સોનાના દાગીના બનાવવાનો વ્યવસાય કરે છે. તેની બે માળની કંપનીમાં ૩૦ લોકો કામ કરે છે, જેમાં સિક્યૉરિટી માટે ૩ વૉચમૅન રાખવામાં આવ્યા હતા. ગુરુવારે રાત્રે ફરિયાદીને ગ્રાઉન્ડ ફ્લોરના વૉચમૅને વૉટ્સએપ પર વૉઇસ મેસેજ મોકલ્યો હતો કે ‘સર, તમે મને પૈસા નથી આપતા એટલે હું કામ છોડીને જઈ રહ્યો છું.’ આ મેસેજ બાદ ફરિયાદીએ તેને વળતો ફોન કર્યો ત્યારે તેનો મોબાઇલ સ્વિચ્ડ-ઑફ આવતો હતો. એટલે શંકા જતાં તેમણે કંપનીના મૅનેજરને તપાસ કરવા માટે મોકલ્યો હતો. મૅનેજરે કંપનીમાં જઈને જોયું તો ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ અને બીજા માળના ત્રણેય વૉચમેન ગાયબ હતા. ત્યાર બાદ ફરિયાદીએ તાત્કાલિક કંપની પર પહોંચીને તપાસ કરી તો લૉજિસ્ટિક્સ બૉક્સમાં રાખેલી બાવીસ કૅરૅટ સોનાની ૩૧૭૬ ગ્રામ (આશરે ૩.૧ કિલો) વજનની કીમતી બંગડીઓ ગાયબ હતી. મુખ્ય આરોપી જમ્મુ-કાશ્મીરનો છે. તેણે પોતાના સાથીદાર બે વૉચમેન સાથે મળીને આ આખું કાવતરું રચ્યું હોવાનું સ્પષ્ટ થયું છે. આરોપીના મોબાઇલ લોકેશન અને CCTV કૅમેરાનાં ફુટેજના આધારે અમે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 May, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK