ડોનલ્ડ ટ્રમ્પ વિદ્યાર્થીઓ માટેનો ટ્રેઇનિંગ પ્રોગ્રામ રદ કરવાની ફિરાકમાં
ડોનલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના ટોચના US નીતિનિર્માતાઓ ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેઇનિંગ (OPT) પ્રોગ્રામ રદ કરવા માટે આગળ વધી રહ્યા છે, એવી દલીલ કરીને કે એ અમેરિકન કામદારોને નબળા પાડે છે. સેન્ટર ફૉર ઇમિગ્રેશન સ્ટડીઝના પૉલિસી સ્ટડીઝનાં ડિરેક્ટર જેસિકા વૉને કૉન્ગ્રેસને OPT જેવી વીઝા-શ્રેણીઓ ઘટાડવા અથવા સંપૂર્ણપણે નાબૂદ કરવા વિનંતી કરી છે.
અમેરિકામાં વર્ક એક્સ્પીરિયન્સ મેળવવા માગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે લાઇફલાઇન સમા OPT પ્રોગ્રામનું ભાવિ જોખમમાં છે, કારણ કે ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન એને નાબૂદ કરવાની તૈયારી કરે છે. ૨૦૨૪માં લગભગ ૨,૦૦,૦૦૦ વિદેશી વિદ્યાર્થીઓએ OPT પ્રોગ્રામ દ્વારા અને અન્ય ૯૫,૦૦૦ વિદ્યાર્થીઓએ એના STEM એક્સટેન્શન દ્વારા વર્ક એક્સ્પીરિયન્સ મેળવ્યો હતો, પરંતુ આ તક ટૂંક સમયમાં દૂર થઈ શકે છે.
ADVERTISEMENT
ટ્રમ્પના નેતૃત્વ હેઠળના ટોચના અમેરિકન નીતિનિર્માતાઓ OPT પ્રોગ્રામને નાબૂદ કરવા માટે આગળ વધી રહ્યા છે. તેઓ દલીલ કરે છે કે આ પ્રોગ્રામથી અમેરિકન કામદારોને માઠી અસર થાય છે. સેન્ટર ફૉર ઇમિગ્રેશન સ્ટડીઝ ખાતે પૉલિસી સ્ટડીઝનાં ડિરેક્ટર જેસિકા વૉને કૉન્ગ્રેસને OPT જેવી વીઝા-શ્રેણીઓને સંપૂર્ણપણે ઘટાડવા અથવા નાબૂદ કરવા વિનંતી કરી છે.

