અગાઉ આ ગ્રુપે નવી દિલ્હીથી લગભગ ૮૦ ટન માંસના કાર્ગો શિપમેન્ટની પણ વ્યવસ્થા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (UAE)માં રીટેલ સુપરમાર્કેટ ધરાવતા લુલુ ગ્રુપે ચાર્ટર્ડ કાર્ગો ફ્લાઇટ્સ દ્વારા ભારત અને અન્ય દેશોમાંથી ફ્રેશ ફૂડનો પુરવઠો UAEમાં પહોંચાડ્યો છે. આ કંપનીએ UAEમાં એના સુપરમાર્કેટના શેલ્ફનો સ્ટૉક રાખવા માટે લૉજિસ્ટિક્સ કામગીરીમાં વધારો કર્યો છે. શનિવારે ઇતિહાદ ઍરવેઝ દ્વારા સંચાલિત કાર્ગો ફ્રેઇટર ભારતથી અબુ ધાબી પહોંચ્યું હતું જેમાં લગભગ ૮૦,૦૦૦ કિલોનાં તાજાં ઉત્પાદનોનાં લગભગ ૧૨,૦૦૦ પૅકેજો પહોંચાડવામાં આવ્યાં હતાં.
અગાઉ આ ગ્રુપે નવી દિલ્હીથી લગભગ ૮૦ ટન માંસના કાર્ગો શિપમેન્ટની પણ વ્યવસ્થા કરી હતી. હાલમાં મુંબઈ અને બૅન્ગલોર સહિતનાં ભારતીય શહેરોમાંથી વધારાનાં કન્સાઇનમેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કંપની મેલબર્ન સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સોર્સિંગ બજારોમાં સપ્લાયર્સ સાથે પણ કામ કરી રહી છે.
ADVERTISEMENT
આ મુદ્દે લુલુ ગ્રુપના ચૅરમૅન યુસુફઅલી એમ.એ.એ.એ જણાવ્યું હતું કે ‘અમારી પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે UAEમાં પરિવારોને કોઈ પણ ચિંતા વિના તાજા ખોરાક અને આવશ્યક ઉત્પાદનોનો ઍક્સેસ મળી શકે. કંપનીનું વૈશ્વિક સોર્સિંગ અને લૉજિસ્ટિક્સ નેટવર્ક અસંખ્ય બજારોમાંથી પુરવઠો સુરક્ષિત કરવાની મંજૂરી આપે છે, જે સ્ટોર્સમાં ખાદ્યઉત્પાદનોની સતત ઉપલબ્ધતા જાળવવામાં મદદ કરે છે.’
