Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પુતિને સીધી ચર્ચાની ના પાડી એ પછી યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-હુમલો કર્યો

પુતિને સીધી ચર્ચાની ના પાડી એ પછી યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-હુમલો કર્યો

Published : 07 June, 2026 10:16 AM | IST | Ukraine
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૭૬ ડ્રોન તોડી પાડ્યાં હોવાનો રશિયાએ કર્યો દાવો, યુક્રેને ૧૦૦૦ કિલોમીટર દૂર આવેલા નેવી બેઝ અને શસ્ત્રાગારોને નિશાન બનાવ્યા

વ્લાદિમીર પુતિન

વ્લાદિમીર પુતિન


યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીના સીધી મુલાકાતના પ્રસ્તાવને રશિયાએ નકારી કાઢ્યાના ગણતરીના કલાકોમાં જ યુક્રેને રશિયાના બીજા સૌથી મોટા શહેર સેન્ટ પીટર્સબર્ગ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ ડ્રોન-હુમલો કર્યો હતો. શનિવારે સવારે થયેલા આ પ્રચંડ હુમલા બાદ સેન્ટ પીટર્સબર્ગના ગવર્નર ઍલેક્ઝાન્ડર બેગ્લોવે નાગરિકોને ઘરમાં જ રહેવાની કડક સૂચના આપી છે. ઉપરાંત મોબાઇલ અને ઇન્ટરનેટ સર્વિસ ઠપ થવાની પણ ચેતવણી આપી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે એમની ઍર ડિફેન્સ સિસ્ટમે યુક્રેનનાં ૩૭૬ ડ્રોન તોડી પાડ્યાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર આ હુમલાની પુષ્ટિ કરતાં લખ્યું હતું કે ‘અમારાં ડ્રોન્સે આશરે ૧૦૦૦ કિલોમીટરનું અંતર કાપીને સેન્ટ પીટર્સબર્ગ ક્ષેત્રમાં આવેલા સોવિયેટ નૌસેનાના શસ્ત્રાગારો અને ક્રોનસ્ટેડસ્થિત નેવી બેઝને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2026 10:16 AM IST | Ukraine | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK