અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયું છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અત્યંત ગંભીર વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી હતી કે ઈરાન પર અમેરિકા ફરીથી દરિયાઈ નાકાબંધી લાદશે, અમેરિકા હોર્મુઝની ખાડીનું રક્ષણ કરશે અને એના બદલે ત્યાંથી પસાર થતાં તમામ માલવાહક જહાજો પર ૨૦ ટકા ફી વસૂલશે, આ વસૂલીપ્રક્રિયા તાત્કાલિક શરૂ કરાશે. આ જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવમાં પાંચ ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો. બીજી તરફ ઈરાને અમેરિકાના આ હસ્તક્ષેપનો વિરોધ કરીને વળતા પ્રહારો તેજ કર્યા હતા.
ઈરાન-અમેરિકા યુદ્ધના ચમકારા
ADVERTISEMENT
ઈરાનનો જવાબી પ્રહાર: ઈરાનના ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)એ અમેરિકાની જાહેરાત સામે બાહરિન, કુવૈત, ઓમાન અને જૉર્ડનમાં આવેલા અમેરિકાનાં સૈન્યમથકો તેમ જ રડાર સિસ્ટમ પર ડ્રોન અને મિસાઇલ વડે ભયાનક હુમલા કર્યા હતા. બાહરિનમાં ઍર રેડ સાયરન પણ વાગતી હોય એવા વિડિયો સામે આવ્યા હતા.
બ્રિટન દ્વારા પ્રતિબંધ: બ્રિટન સરકારે બ્રિટનમાં યહૂદી સમુદાય પર થયેલા હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનો આક્ષેપ કરીને ઈરાનના લશ્કરી સંગઠન IRGC ને આતંકવાદી સંગઠન ઘોષિત કરીને એના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.
યુરોપિયન યુનિયનનો વિરોધ: યુરોપિયન યુનિયનના વિદેશપ્રધાને ટ્રમ્પની ટૅક્સ-વસૂલાતની નીતિનો વિરોધ કરતાં કહ્યું હતું કે હોર્મુઝની ખાડીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે મુક્ત અને સુરક્ષિત અવરજવર થવી જોઈએ, ત્યાં કોઈ પણ પ્રકારની ફી કે ટોલ વસૂલી શકાય નહીં.
