Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાની સંસદમાં ઈરાન સામેનું યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ

અમેરિકાની સંસદમાં ઈરાન સામેનું યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ

Published : 21 May, 2026 09:23 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડોનલ્ડ ટ્રમ્પની પાર્ટીના ૪ સંસદસભ્યોએ પણ તેમની વિરુદ્ધમાં કર્યું વોટિંગ, જોકે રાષ્ટ્રપતિ તરીકેનો વીટો વાપરી શકાશે

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


ભલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાનને લાલ આંખ બતાવીને ધમકીઓ આપ્યા કરતા હોય, અમેરિકાની સંસદે તેમની સૈન્ય શક્તિઓને સીમિત કરવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. આ માટે થયેલા મતદાનમાં ૪ રિપબ્લિકન પાર્ટીના સંસદસભ્યોએ પણ વિપક્ષી પાર્ટીને સાથ આપ્યો હતો, જ્યારે ત્રણ અન્ય રિપબ્લિકન સંસદસભ્યોએ વોટિંગમાં ભાગ લીધો નહોતો. આ પ્રસ્તાવ ૫૦-૪૭ મતોથી પાસ થયો છે. જોકે હજી એને આખરી ઓપ મળે એ માટે બીજી કેટલીક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. જો આ પ્રસ્તાવ કાનૂન બનશે તો ટ્રમ્પ સરકારે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કૉન્ગ્રેસની મંજૂરી લેવી પડશે. હજી સેનેટમાં આખરી મતદાન થશે એ પછી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રસ્તાવને મંજૂર કરાવવો પડશે. ધારો કે તમામ પ્રક્રિયામાં ટ્રમ્પની વિરુદ્ધમાં પ્રસ્તાવ પસાર થાય તો પણ તેઓ રાષ્ટ્રપતિ તરીકે વીટો વાપરી શકે છે.

રાષ્ટ્રપતિએ વાપરેલા વીટો પાવરને રદ કરવા માટે સેનેટ અને બન્ને હાઉસમાં બે-તૃતીયાંશ બહુમત મેળવવો જરૂરી બનશે જે હાલમાં મુશ્કેલ છે. અમેરિકામાં વિપક્ષી પાર્ટીએ રજૂઆત કરી છે કે ‘અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સૈન્ય મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ પાસે નહીં પરંતુ સંસદ પાસે હોવો જોઈએ. અમેરિકાના સંવિધાનમાં પણ આ જ વ્યવસ્થા છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:23 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK