ડાયવર્ઝન દ્વારા ચીન પહોંચતાં શિપમેન્ટ્સને અટકાવવા ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસને આ નિર્ણય લીધો
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાથી એક્સપોર્ટ કરવામાં આવતી ઍડ્વાન્સ્ડ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) ચિપ્સનાં શિપમેન્ટ ચીન તરફ જાય છે કે નહીં એ પકડવા માટે અમેરિકા એમાં ટ્રૅકર્સ ફિટ કરે છે. આના કારણે અમેરિકાએ જે દેશો પર આવી ચિપ્સના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યા છે ત્યાં આ શિપમેન્ટ પહોંચે છે કે કેમ એની જાણકારી મેળવવામાં આવે છે. આવાં ટ્રૅકર્સ ફક્ત અમુક જ શિપમેન્ટમાં ફિટ કરવામાં આવે છે. આ વાતની જાણકારી ધરાવતા લોકોના જણાવ્યા અનુસાર અમેરિકન સત્તાવાળાઓએ ગુપ્ત રીતે ઍડ્વાન્સ્ડ ચિપ્સના શિપમેન્ટમાં લોકેશન ટ્રૅકિંગ ડિવાઇસ મૂક્યાં હતાં. જે શિપમેન્ટ્સનું ચીન તરફ ગેરકાયદે ડાયવર્ઝન થતું હોવાનું તેઓ માને છે એવા શિપેમન્ટ્સમાં આવા ટ્રૅકર્સ લગાવ્યાં હતાં. ટ્રમ્પ પ્રશાસને અદ્યતન અમેરિકન સેમી-કન્ડક્ટર્સ સુધી ચીનની પહોંચ પરનાં નિયંત્રણો થોડાં હળવાં કર્યાં હતાં, પણ ચીન પર એના ચિપ નિકાસ પ્રતિબંધો હજી લાગુ કરવા માટે અમેરિકા આટલી હદ સુધી ગયું છે. આ ટ્રૅકર્સ એવા લોકો અને કંપનીઓ સામે કેસ બનાવવામાં મદદ કરી શકે છે જે અમેરિકાનાં નિકાસ નિયંત્રણોનું ઉલ્લંઘન કરીને નફો કરે છે.

